તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj ભુજની પ્રા. શાળા નંબર 9ને છાત્રો ન મળતા બંધ કરાઈ

ભુજની પ્રા. શાળા નંબર 9ને છાત્રો ન મળતા બંધ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં નવી શાક માર્કેટની પાછળના ભાગે પ્રાથમિક શાળા નંબર 9 કાર્યરત હતી, પરંતુ ચાલુ સાલે જૂન માસથી છાત્રની પૂરતી સંખ્યાના અભાવે બંધ કરી દેવાઈ છે. શિક્ષણ વિભાગે 2014થી 2019ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ખાનગી શાળા છોડીને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો સર્વે કરાયો હતો, જેમાં 262612 વિદ્યાર્થી ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યાનો આંકડો બહાર આવ્યો હતો, જેમાંથી કચ્છમાં 12975 છાત્રો ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ્યા હતા. આમ, કચ્છની સરકારી પ્રા. શાળાઓમાં દર વર્ષે સરેરાશ 2600 ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. એટલું જ નહીં, રાજ્યના અન્ય જિલ્લાઓમાં કચ્છ 6ઠ્ઠા ક્રમે રહ્યો હતો. 2 વર્ષ પહેલા ભુજની RTO રિલો.સાઈટમાં પ્રાથમિક શાળાને વિદ્યાર્થીઓ ન મળતા શાળાને તાળા મારવાનો વખત આવ્યો હતો. એ પછી ચાલુ સાલે ફરી ભુજની સરકારી પ્રાથમિક શાળા નંબર 9ને વિદ્યાર્થીઓ ન મળતા તાળા મારવાનો વખત આવ્યો હતો. એ શાળામાં 1થી 7 ધોરણ હતા, જેમાંથી ધો. 6-7 તો 2 વર્ષ પહેલા જ બંધ કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...