Divya Bhaskar

Home » Kutchh » Bhuj » Bhuj - આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે એક - એક માર્ક્સની કિંમત

આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે એક - એક માર્ક્સની કિંમત

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:06 AM

આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે એક - એક માર્ક્સની કિંમત હોય ત્યારે સરકારી નોકરી માટે લેવાતી પરીક્ષાઓમાં તે...

  • Bhuj - આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે એક - એક માર્ક્સની કિંમત

    આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે એક - એક માર્ક્સની કિંમત હોય ત્યારે સરકારી નોકરી માટે લેવાતી પરીક્ષાઓમાં તે પ્રત્યેની બેદરકારી પાલવે નહિ. એક તો કચ્છના યુવાનો આ ક્ષેત્રે ઉદાસીન છે જ, તે પરિસ્થિતિ નિવારવી જરૂરી છે તેવું રોટરી સંચાલિત જી.પી.એસ.સી. તાલીમ વર્ગમાં ઉપસ્થિત રહેલા જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ તાલીમાર્થીઓને જણાવ્યું હતું.

    ક્લબના આયોજનની સરાહના કરતાં તેમણે એકસોથી વધુ યુવાનોને જણાવ્યું કે, સરકારને ગોખણપટિયા ઉમેદવારોમાં રસ નથી, તેને એવા ટેલેન્ટેડ ઓફિસરો જોઈએ છે કે જે સરકારી કામોમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ આસાનીથી લાવી શકે, એટલે તમેે તમારી જાતને નિખારો, જિજ્ઞાસાવૃત્તિ વિકસાવો, સારા પ્રતિભાવંત યુવાન બનો. વર્તનમાં, ચાલમાં, લિબાસમાં, વક્તવ્યમાં તમારી પ્રતિભા સ્પષ્ટ વર્તાઈ આવવી જોઇએ, ઇન્ટરવ્યૂમાં કદાચ ન આવડતા એકાદ - બે પ્રશ્નોના જવાબ નહીં આપો તો ચાલશે પણ પ્રતિભા ખરડાય તેવા ખોટા જવાબો કે અનુમાનિત જવાબો આપવાનું ટાળજો.

    વધુમાં તેમણે પોતે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હોઈ પ્રાઇવેટ નોકરી કરતાં-કરતાં સમયનું સંતુલન કરીને પરીક્ષાની તૈયારીઓ કરતા તેમ જણાવી વાંચન માટે અમુક સમયગાળો અલગ ફાળવી, તેને કોઈપણ સંજોગોમાં વળગી રહેવા ટકોર કરી હતી. કાર્યક્રમમાં ક્લબ પ્રમુખ પ્રફુલ્લ ઠક્કર, પ્રો. બી.એમ. રાજપૂત, મંત્રી ડો. ઊર્મિલ હાથી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending