• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - આર્મીમેનનું પ્રોફાઈલ બનાવી પૈસા પડાવતો ગઠિયો ઝડપાયો

આર્મીમેનનું પ્રોફાઈલ બનાવી પૈસા પડાવતો ગઠિયો ઝડપાયો

લગ્ન વિષયક વેબસાઈટો ઉપર આર્મીના અધિકારી તરીકેની ખોટી પ્રોફાઈલ મૂકી મહિલાઓને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી પૈસા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:06 AM
Bhuj - આર્મીમેનનું પ્રોફાઈલ બનાવી પૈસા પડાવતો ગઠિયો ઝડપાયો
લગ્ન વિષયક વેબસાઈટો ઉપર આર્મીના અધિકારી તરીકેની ખોટી પ્રોફાઈલ મૂકી મહિલાઓને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી પૈસા પડાવતો ગઠિયો જુલિયન ઉર્ફે સિદ્ધાર્થ મહેરા પકડાયો છે. દેખાવમાં આર્મીમેન જેવો લાગતો સિદ્ધાર્થ પગેથી અપંગ છે અને તેણે આ જ રીતે દેશભરના 25 રાજ્યોમાં સંખ્યાબંધ મહિલાઓ પાસેથી 50 લાખ કરતાં પણ વધારે રૂપિયા પડાવ્યા હતા. સિદ્ધાર્થે તો પોતાનું પોસ્ટિંગ જમ્મુ - કાશ્મીરમાં હોવાનું કહીને આતંકવાદીઓ સામે લડવા માટે આર્મીમાં એન્ટિ ટેરરિસ્ટ ફંડ એકઠું કરવાના બહાને દિલ્હીની એક મહિલા પાસેથી રૂ.3 લાખ પડાવ્યા હતા. અમદાવાદની એક મહિલાએ જીવનસાથી શોધવા માટે વેબસાઈટ ઉપર પોતાની પ્રોફાઈલ મૂકી હતી. સિદ્ધાર્થ કચ્છ નલિયામાં આર્મીમાં મેજર તરીકે ફરજ બજાવતો હોવાનું અને તેના માતા-પિતા પણ આર્મીમાં હોવાની વાત કરીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

X
Bhuj - આર્મીમેનનું પ્રોફાઈલ બનાવી પૈસા પડાવતો ગઠિયો ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App