• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj - પોસ્ટલ પેમેન્ટ બેન્કે ટપાલીઓની કામગીરીનું ભારણ વધાર્યું

પોસ્ટલ પેમેન્ટ બેન્કે ટપાલીઓની કામગીરીનું ભારણ વધાર્યું

ખાતા ખોલવાનું કામ પણ પોસ્ટમેનને સોંપાતા ટપાલ વિતરણમાં ય સર્જાય છે વિક્ષેપ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:06 AM
Bhuj - પોસ્ટલ પેમેન્ટ બેન્કે ટપાલીઓની કામગીરીનું ભારણ વધાર્યું
ભારત સરકારના ટપાલ મંત્રાલયે ગત 1 સપ્ટેમબરથી સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ 5 સ્થળે પોસ્ટલ પેમેન્ટ બેન્કનો વિધીવત પ્રારંભ કરાવી દીધો છે. પોસ્ટલ પેમેન્ટ બેન્કનો પ્રારંભ થવાની સાથે જ પોસ્ટ તંત્રનો બેન્કીંગ યુગમાં ચોકકસથી પ્રવેશ થઇ ગયો છે. આ બેન્કે કચ્છમાં ટપાલીઓની કામગીરીનું ભારણ વધારી દીધું છે અને પોસ્ટમેનને તેમને રુટીન કામગીરીમાં વિક્ષેપ વહન કરવાનો વારો આવી રહ્યો છે.

ભુજ ઉપરાંત કુનરિયા, મીરજાપર, માનકુવા અને મંગવાણામાં પોસ્ટ પેમેન્ટ બેન્ક શરુ થઇ છે. 5 પૈકી એક માત્ર ભુજમાં બેન્કનું સેટઅપ ઉભું કરાયું છે. અન્ય સ્થળે તો પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા ગ્રામીણ ડાક સેકવ સહિતના સ્ટાફની જ મદદ લેવાઇ રહી છે. પોસ્ટ પેમેન્ટ બેન્ક મારફત લોકોને ઘર આંગણે બેન્કીંગ સુવિધા મળે તેવા આશયથી ટપાલીઓને ખાસ મોબાઇલ ડિવાઇસ અપાયા છે.આ મોબાઇલ મારફત તેઓ લોકોના ચાલુ અને બચત ખાતાં ખોલાવવા સાથે 5000ની મર્યાદામાં ઉપાડ પણ કરી શકે છે. થમ્બ ઇન્પ્રેશન મેચ ન થવા કે પછી નેટ કનેકટીવીટીમાં અવરોધ સર્જાય તો કયારેક ટપાલીઓને લાંબો સમય સુધી એક જ સ્થળે રોકાણ કરવું પડતું હોવાથી તેમની નિયમીત ટપાલ વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાઇ રહ્યો છે. કચ્છમાં આમેય ટપાલીઓના મહેકમમાં મોટી ઘટ છે તેવામાં અતિરીકત કામગીરીનો આવો બોજ અન્ય કામોને પણ અસર પહોંચાડી રહ્યાનો ગણગણાટ સામે આવ્યો છે.

નેટ કનેકટીવટીમાં અવારનવાર સર્જાય છે અવરોધ

આ કામગીરી માટે ખાનગી કંપની વોડાફોનનું કનેકશન લેવાયું છે. પણ ભુજની તુલનાએ ગ્રામીણ વિસ્તારમાં નેટ કનેકટીવીટીમાં અવારનવાર અવરોધ સર્જાતા બેન્કીંગ કામગીરીમાં વિક્ષેપ પડવા સાથે સમયનો પણ વેડફાટ થતો હોવાની ફરીયાદો સામે આવી રહી છે.

હા થોડી સમસ્યા કયારેક સર્જાય છે: પોસ્ટ વિભાગ

આ બાબતે ભુજ હેડ પોસ્ટ ઓફીસના અમુલ ઠકકરે એ વાતનો સ્વીકાર કર્યો કયારે઼ક કનેકટીવીટી સહિતની ટેકનીકલ બાબતોનો અવરોધ નડે તોલ કયારેક થોડી સમસ્યાનું સર્જન થતું હોય છે.

X
Bhuj - પોસ્ટલ પેમેન્ટ બેન્કે ટપાલીઓની કામગીરીનું ભારણ વધાર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App