Home » Kutchh » Bhuj » Bhuj - બેંકના અધિકારીઓ દ્વારા ભુજના વોક-વેનું સફાઈ કાર્ય હાથ ધરાયું

બેંકના અધિકારીઓ દ્વારા ભુજના વોક-વેનું સફાઈ કાર્ય હાથ ધરાયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:06 AM

મોર્નિંગ વોકર્સને ઇકો-ફ્રેન્ડલી બેગ-કી-ચેઇન ભેટ અપાયાં

  • Bhuj - બેંકના અધિકારીઓ દ્વારા ભુજના વોક-વેનું સફાઈ કાર્ય હાથ ધરાયું
    દેના ગુજરાત ગ્રામીણ બેંકના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ભુજના ધોબી તળાવને ફરતે આવેલા વોક-વેનું સફાઈકાર્ય હાથ ધરાયું હતું. બેંકના 14માં સ્થાપના દિવસની ઉજવણીની પૂર્ણાહુતિ, સ્વચ્છ ભારત અભિયાન, ભારત સરકાર અને રાષ્ટ્રીય કૃષિ-વિકાસ ગ્રામીણ બેંક તથા નાબાર્ડના નેજા હેઠળ ઉજવવામાં આવનારી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના ભાગ રૂપે તેમજ સ્વચ્છ ભારત અભિયાનની ચોથી વર્ષગાંઠના પ્રસંગે યોજાનારા વિવિધ પ્રોગ્રામોના આરંભે આ સફાઈકાર્ય હાથ ધરાયું હતું. આ વેળાએ મોર્નિંગ વોક માટે નીકળેલા તમામ લોકોને બેંક તરફથી એક ઇકો-ફ્રેન્ડલી શોપિંગ બેગ તેમજ કી-ચેઇનનું વિતરણ કરાયું હતું. આ શ્રમયજ્ઞમાં બેંકની કચ્છની શાખાઓના વડા, કવિ વ્રજેશ દવે, સહાયક વડા મહેશ સોમપુરા, ભુજ શાખાના પ્રબંધક પ્રદીપ જોશી, વી.બી. ભટ્ટ, આલોક વૈષ્ણવ સહિતના જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ