તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj આહીરપટ્ટીના માર્ગો ખખડધજ થતા ગ્રામજનોને હેરાનગતિ

આહીરપટ્ટીના માર્ગો ખખડધજ થતા ગ્રામજનોને હેરાનગતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખોંદ | ભુજ તાલુકાની આહીરપટ્ટીમાં મહત્તમ માર્ગોની દયનિય હાલત થઇ જતા સ્થાનિકોને સમય વેડફાટ સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પધ્ધરથી રતનાલને કંઢેરાઈ થઇ જોડતા રસ્તા પર ભારેખમ ડમ્પર ચાલતા હોતા અહીંનો નવો બનેલો રસ્તો ખખડધજ થઇ ગયો છે. કુકમાથી લાખોંદ પાટિયાનો રસ્તો પણ દિવાસાદિવસ બદતર થતો જાય છે. લાખોંદ ત્રણ રસ્તાથી કાળીતલાવડીનો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો માર્ગ પણ મરંમતના અભાવે ઠેરઠેર ખાડાથી છલકાઈ રહ્યો છે. જો કે લાખોંદ ટોલગેટ પર પૈસા બચાવવાના ચક્કરમાં કાળીતલાવડીથી આવતા ભારેખમ ડમ્પરો થકી આ રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. પધ્ધર ને કાળીતલાવડી સાથે જોડતા માર્ગની પણ ઓવરલોડ અને સતત ચાઈનાક્લેના ડમ્પરોના ધમધમાટ થકી પાકમાંથી કાચો રસ્તો બની ગયો છે તેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે. અત્રે નોંધનીય છે કે,આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે. ભુજને આ વિસ્તારથી જોડતા ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર પણ ભુજૉડી અને વર્ધમાનગરના વળાંક નજીક ખાડા સર્જાતા અકસ્માતોની ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...