તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj મથલ ડેમમાં ડુબવાથી મોરબીના યુવાનનું મોત

મથલ ડેમમાં ડુબવાથી મોરબીના યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના મથલ ડેમ ખાતે મોરબીથી માતાનામઢ પદયાત્રીકોની સેવા માટે આવેલા યુવાનનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીથી માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે નિકળેલા 26 વર્ષીય નરેશભાઇ મોહનલાલ દાયલોટ બપોરે એક વાગ્યાના આરસામાં મથલ ડેમમાં નહાવા પડ્યા હતા પરંતુ એકાએક પગ લપસતાં તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા અને આસપાસ રહેલા લોકોએ બુમાબુમ કરતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતાઅને દોરડાની મદદથી નરેશભાઇને બહાર કાઢી હોસ્પીટલ લઇ જવાયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

તેમને હોસૃ્પીટલ લઇ આવનાર મનોજ લાખાભાઇ ભટ્ટીએ મૃતક નરેશભાઇ તેમની જ્ઞાતિના હોવાનું અને માતાના મઢ જતા પદયાત્રોકોની સેવા માટેમોરબીથી આવ્યા હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે ભચાઉના શિકરા પાસે મોરબીથી નિકળેલા ભરવાડ સમાજના સેવાર્થીઓનો ટેમ્પો પલટી મારી જતાં એક આધેડનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવથી બીજા પ્દયાત્રી સેવાર્થીનું મોત નિપજ્યાનો બનાવ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...