• Gujarati News
  • National
  • ભુજમાં સાળા પર બનેવી સહિત 5 શખ્સોઅે હુમલો કર્યો

ભુજમાં સાળા પર બનેવી સહિત 5 શખ્સોઅે હુમલો કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના સ્ટેશન રોડ પર આવેલી પ્રિન્સ હોટલ નજીક યુવકને બોલાવી પાંચ શખ્સોએ ઘડદાપાટુનો માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. દિપક વાલજીભાઇ બોખાણી (ઉ.વ.40)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, મારા મારીનો બનાવ સ્ટેશન રોડ પર પ્રિન્સ હોટલ પાસે શુક્રવારે રાત્રીના સવા દશ વાગ્યાના અરસામાં બન્યો હતો. તેઓની બહેનના સુરેશ વાલજી સંજોટ સાથે લગ્ન કરેલ હોઇ તે બાબતે વાતચીત કરવા જતા આરોપીઓ સુરેશ વાલજી સંજોટ, ભરત વાલજી સંજોટ, કિશન વાલજી સંજોટ, દિપકને ગાળા ગાળી કરી ધોલ ધપાટ મારતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આરોપીઓને ઝડપી લેવા પીએસઆઇ વાય બી રાણાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...