• Gujarati News
  • National
  • રોટરી સામાજિક દાયિત્વ નિભાવવા અગ્રેસર રહે છે

રોટરી સામાજિક દાયિત્વ નિભાવવા અગ્રેસર રહે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોટરી સેવાકીય કાર્યો માં હમેશા અગ્રેસર રહી છે અને તેથી જ આજે તેના અહીં પાંચ- પાંચ જેટલા પરમેનન્ટ પ્રોજેકટ હિલ ગાર્ડન,લાયબ્રેરી, રોટરી સ્કૂલ, કોમ્યુનિટી હોલ અને વાંચનાલય સહિતના સેવાકીય પ્રકલ્પો લોક માનસપટ પર છવાયેલા છે, તેવું ભુજ રોટરી કલબના 76 માં શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેલ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું,

મુખ્ય મહેમાન આગામી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રાજેશ અગ્રવાલે 2018/ 19 ની નવી ટીમને ને શપથ લેવડાવતા જવાબદારી વહન કરવા ની શીખ આપી રોટેરિયન હોવાના ફાયદા વર્ણવ્યા હતા.76 માં પ્રમુખ તરીકે શપથ લેતા પ્રફુલ ઠકકરે વર્તમાન પ્રકલ્પો સિવાયની સેવાકીય પ્રવૃતિઓમાં દાતાઓના દાનની સરવાણી સતત મળવાની હોઈ મેડિકલ, શેક્ષણીક, સાહિત્યિક,શાંસ્ક્રુતિક, વોકેસનલ અને ન્યુ જનરેશન સંબધી કાર્યકમો વર્ષ દરમ્યાન અવિરત ચાલુ રાખવાનો કોલ આપ્યો હતો.

આ કલબમાં નવુ માનદ સભ્યપદ સ્વીકારતા સાંસદ વિનોદ ચાવડાને રોટરી પિન પહેરાવી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રાજેશ અગ્રવાલે આવકાર્યા હતા. પી.ડી.જી. મોહન શાહ અને ભરત ધોળકીયાએ પ્રાસગિક ઉદબોધન કરી રોટરી ની પ્રવૃત્તિઓનો આછેરો ખ્યાલ આપ્યો હતો. ઈંનરવહીલ કલબના પ્રમુખ પંકજ વછરાજાણી અને મંત્રી અનિતા બજોરીયાની ટીમને શપથ લેવડાવતા પી.ડી.સી. ઉષાબેન ઠકકરે સ્ત્રી સશક્તિકરણની વાત પર ભાર મુક્યો હતો. વિવિધ સ્કૂલોની ઇન્ટરેક્ટ કલબોની ટીમ ને શપથ લેવડાવતા આસિસ્ટન્ટ ગવર્નર અમિત ચૌહાણે ડિસ્ટ્રિક્ટ ની અપેક્ષાઓની વાત ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...