• Gujarati News
  • National
  • જૈન દેરાસર નજીક આંકડો રમાડતો મુબઇવાસી પકડાયો

જૈન દેરાસર નજીક આંકડો રમાડતો મુબઇવાસી પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છઠ્ઠીબારી રીંગ રોડ પર આવેલા જૈન દેરાસર નજીક શિતલ દુકાન પાસે જાહેરમાં આંકડાનો જુગાર રમાડતો મુંબઇવાસી શખ્સ 3,100ની રોકડ તથા એક મોબાઇલ સહિત 3,600ના મુદામાલ સાથે ઝડપાઇ ગયો હતો. મુળ કાંદિવલી મુંબઇના હાલ મુન્દ્રા રોડ પરના કોવઇનગરમાં રહેતો હરેશ વજેશંકર ત્રિવેદી જૈન દેરાસર નજીક શિતલ દુકાન પાસે માણસો પાસેથી રૂપિયા લઇને વરલી મટકાનો જુગાર રમાડતો હતો. શનિવારે પોલીસે છાપો મારીને તેને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી 3,100ની રોકડ અને 500ની કિંમતનો મોબાઇલ મળી 3,600નો મુદામાલ કબજે કરી એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...