• Gujarati News
  • National
  • દારૂની ડિલીવરી થાય તે પૂર્વે જ છકડા રિક્ષામાં જથ્થા સાથે બે જણ ઝડપાયા

દારૂની ડિલીવરી થાય તે પૂર્વે જ છકડા રિક્ષામાં જથ્થા સાથે બે જણ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગોર જતા રોડ પર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે છકડા રિક્ષામાં દારૂના જથ્થો લઇ જતા બે શખ્સને વિદેશી શરાબની 30 બોટલ કિંમત 13,500 તથા બે મોબાઇલ સહિત 17,500ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના લાલસીંગ સોહનલાલ સ્વામી તથા અંજારના કમલેશ રઘુરામ બાલસરા પોતાની છકડો રિક્ષા જી.જે.12 એયુ 1366 વાળી પર છત્રીસ ક્વાર્ટર ચાર રસ્તાથી નાગોર રોડ તરફ જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે આરોપીના કબજામાંથી 30 નંગ દારૂની બોટલ કિંમત 13,500 તથા બે મોબાઇલ કિંમત 4 હજાર અને 80 હજારના છકડા રીક્ષા સહિત 97,500નો મુદામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજકુમાર કુસ્વાહે આરોપીઓ સામે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...