• Gujarati News
  • National
  • નવાઝ મરિયમ લાહોર આવતાં સરકારી TV, ઈન્ટરનેટ ફોન બંધ, કલમ 144 લાગુ

નવાઝ-મરિયમ લાહોર આવતાં સરકારી TV, ઈન્ટરનેટ ફોન બંધ, કલમ 144 લાગુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમાં 25 જુલાઈએ નેશનલ એસેમ્બલીની ચૂંટણી છે. તેના 11 દિવસ પહેલાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ શુક્રવારે બ્રિટનથી અબુધાબીના રસ્તે લાહોર પહોંચ્યાં. એરપોર્ટ પર પહોંચતા જ નવાઝ અને મરિયમને સલામતી દળોએ તેમના ઘેરામાં લઈ લીધાં. આ દરમિયાન એરપોર્ટ બહાર અંદાજે 2,000 પાક રેન્જર્સના જવાન અને લાહોર શહેરમાં 10 હજાર જવાન ગોઠવાયા છે.ત્યાં, નવાઝના પક્ષ PML-Nના કાર્યકરોએ એરપોર્ટ અને આખા શહેરની નાકાબંધી કરી રાખી હતી.નવાઝના ભાઈ શાહબાઝ શરીફ પણ એરપોર્ટ પર હાજર હતા. ત્યાં રેલીનું આયોજન કરાયું. કોઈ પણ હિંસા અટકાવવા માટે લાહોર સહિત આજુબાજુનાં શહેરોમાં કલમ 144 લાગુ કરવા સાથે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. સરકારી ટીવીનું પ્રસારણ પણ બંધ રહ્યું. શરીફ અને મરિયમને હાલમાં જ અદાલતે લંડનના અવેનફિલ્ડ એપાર્ટમેન્ટમાં 3 ફ્લેટ ખરીદવાના કેસમાં દોષિત ઠરાવતા સજા સંભળાવી છે.

¾, ભુજ, શનિવાર, 14 જુલાઈ, 2018

પત્નીને અલ્લાહના ભરોસે છોડતા શરીફ
નવાઝની પત્ની કુલસુમને ગળાનું કેન્સર છે. તે લંડનની હોસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે પાકિસ્તાન પાછા ફરતા પહેલાં નવાઝ અને મરિયમ કુલસુમને મળવા પહોંચ્યાં. શરીફે કહ્યું કે હું મારી પત્નીને અલ્લાહના ભરોસે છોડીને દેશ જઈ રહ્યો છું.

પીએમએલ-એન સમર્થકોએ આખા શહેરમાં નાકાબંધી કરી
નવાઝે પાકિસ્તાન પાછા ફરતા પહેલાં લંડનથી એક વીડિયો મેસેજ જાહેર કર્યો. તેમાં નવાઝે કહ્યું કે જે મારા હાથમાં છે અને હતું, તે મેં કરી દીધું છે. મને ખબર છે કે લાહોર પહોંચતા જ જેલ મોકલી દેવાશે, પરંતુ હું આ કુરબાની પાકિસ્તાનની પેઢીઓ માટે આપી રહ્યો છું. મારી લોકોને અપીલ છે કે તે મારી સાથે હાથ મિલાવીને ચાલે અને દેશનું નસીબ બદલે.

લાહોર હાઈકોર્ટે પંજાબ સરકારને આદેશ આપ્યો છે કે તે પીએમએલ-એનના એ સમર્થકોને છોડી મૂકે, જેમની ગુરુવારે ધરપકડ કરાઈ હતી. પીએમએલ-એનના 370 કાર્યકરોની ધરપકડ કરાઈ છે. બીજી બાજુ, લંડનમાં ઘરની બહાર કેટલાક લોકોએ દેખાવો કર્યા. જે નવાઝના દોહિત્ર અને પૌત્રને પસંદ ન આવ્યું અને તેમણે એક દેખાવકારને માર્યો. લંડન પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.

શાહબાઝ શરીફ પણ એરપોર્ટ પર હાજર હતા, ત્યાં રેલીનું આયોજન કરાયું હતું
નવાઝ શરીફની માતા બેગમ શમીમ અખ્તરે પણ વીડિયો સંદેશ જાહેર કરી રહ્યું કે જો મારા પુત્રને જેલ મોકલાશે, તો હું પણ તેની સાથે જેલ જઈશ. મારો પુત્ર નિર્દોષ છે. પાકિસ્તાનનો પુત્ર પાછો આવી રહ્યો છે. તેણે આ દેશનો વિકાસ કર્યો છે. તે એટલા માટે આવી રહ્યો છે, જેથી ફરીથી હું તેનું માથું ચૂમી શકું. મરિયમે બાળકો સાથે લંડનમાં મુલાકાતનો ફોટો શેર કર્યો.

શુક્રવારે પાકિસ્તાનમાં એવું જ વાતાવરણ છે, જેવું 18 વર્ષ પહેલાં મુશર્રફે પાકિસ્તાનનું સુકાન તેના હાથમાં લીધું તે સમયે હતું. 1999માં સત્તાપલટા બાદ દેશનિકાલ કરાયેલા નવાઝ 2000માં દેશમાં પાછા ફર્યા હતા. એરપોર્ટ પર તેમના સમર્થકોની ભીડ હતી. ત્યારે મુશર્રફે નવાઝને રોકવા માટે સમર્થકો પર લાઠીચાર્જ કરાવ્યો હતો. નવાઝ અને સાથે આવેલા લોકોની ધરપકડ કરાઈ.

16

અન્ય સમાચારો પણ છે...