• Gujarati News
  • National
  • ઠેકો આપ્યા તોય ડોર ટુ ડોર કલેકશન માટે નગરપાલિકાના 12 વાહનો તો દોડશે જ

ઠેકો આપ્યા તોય ડોર ટુ ડોર કલેકશન માટે નગરપાલિકાના 12 વાહનો તો દોડશે જ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નગરપાલિકાએ ડોર ટુ ડોર કચરા કલેકશનનો ઠેકો આપી દીધો છે અને હવે ગુજરાત સરકારે એ જ કામગીરી માટે 50 લાખના ખર્ચે 12 છોટા હાથી ફાળવ્યા છે, જેથી બંને બાજુથી પ્રજાના પૈસાનું પાણી થયું છે.

સેનિટેશન શાખાને શહેરની સફાઈની જવાબદારી નિભાવવાની હોય છે. તમામ સુવિધા છતાં શહેરની સફાઈ થતી ન હતી, જેથી માર્ગોની સફાઈ અને ઘરોઘર સૂકો કચરો લેવા માટે ડોર ટુ ડોર કલેકશનનો ઠેકો આપી દીધો છે. હવે ગુજરાત સરકાર તરફથી પાલિકાને 12 છોટા હાથી ફાળવવામાં આવ્યા છે. સફાઈનો ઠેકો અપાઈ ગયો હોય તો નગરપાલિકાને વાહન વસાવવાની શું જરૂર પડી એ પણ એક પ્રશ્ન છે. આમ, પાલિકા અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે. હકીકતમાં ભુજ નગરપાલિકા પાસેથી સરકારે વિગતો મંગાવવી જોઈએ કે વાહનની જરૂરત છે કે નહીં. વળી પાલિકાએ પણ સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે સફાઈનો ઠેકો અપાઈ ગયો છે, પાલિકાને વાહનની જરૂરત નથી, જેથી એ વાહનો પાછળ ખર્ચાયેલી રકમ અન્યત્ર વાપરી શકાય, પરંતુ એવું કરવાની મુખ્ય અધિકારી અને પદાધિકારીઓએ પણ તસદી લીધી નથી. ઉલ્ટું વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...