તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘નોટબંધીની આડમાં સરકારે કરોડોનું કાળું નાણુ ધોળું કર્યું’

‘નોટબંધીની આડમાં સરકારે કરોડોનું કાળું નાણુ ધોળું કર્યું’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્ર સરકારે નોટબંધીની આડમાં નોટબદલી કરી કાળા નાણાંને ધોળા કરી દઈ હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ સાથે ભુજમાં કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસે કેડીસીસી બેન્ક બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોની અટક કરી હતી.

યુવક કોંગ્રેસ પ્રમુખ રમેશ મહેશ્વરીએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે 10-11-2016થી 14-11-2016ના પાંચ દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લા સહકારી બેન્કમાં 745.58 કરોડ રૂપિયા જમા થયા હતા. આ બેન્કના પૂર્વ ચેરમેન અને ડિરેક્ટર હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે. તે જ રીતે, રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં રૂપિયા 693.19 કરોડ, સુરત જિલ્લા સહકારી બેન્કમાં 369.85 કરોડ અને સાબરકાંઠા જિલ્લા સહકારી બેન્કમાં 328.50 કરોડ રૂપિયા જમા થયા હતા. સાબરકાંઠા સહકારી બેન્કના ડિરેક્ટર હિંમતનગરના હાલના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને ચેરમેન ભાજપના આગેવાનો છે. આ જ રીતે, ગુજરાતભરમાં ભાજપના આગેવાનો સંચાલિત 11 જિલ્લા સહકારી બેન્કોમાં નોટબંધી દરમિયાન 3118 કરોડ જમા થયા હતા. વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ બેનરમાં રહેલા અમિત શાહના ફોટો પર જૂતાં મારતાં પોલીસે તેમને અટકાવી બેનર કબ્જે કરવા પ્રયાસ કર્યો હતો. જેથી કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસે વિવિધ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...