તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Last December 31 Under The Lok Sabha Elections The Final List Of Voters 021521

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસભા ચુ઼ટણી અંતર્ગત ગત 31 ડિસેમ્બરે મતદાર યાદીની આખરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લોકસભા ચુ઼ટણી અંતર્ગત ગત 31 ડિસેમ્બરે મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરી દેવામાં આવી હતી. ત્યારે આ મતદાર યાદીમાં વયજુથને લઇ કેટલાક રસપ્રદ આંકડાકિય વિશ્લેષણ સામે આવી રહ્યું છે. કચ્છ લોકસભા મતક્ષેત્ર માટે 51 ટકા યુવા મતદારના મત ઉમેદવારની હારજિતમાં નિર્ણાયક ભુમિકા ભજવશે તેવું આંકડા પરથી ફલીત થતું દેખાઇ રહ્યું છે. મોરબી મતક્ષેત્રને બા કરતાં કચ્છના 6 વિધાનસભા ક્ષેત્રના કુલ મતદારો 1467187 જેટલા થવા જાય છે. આ પૈકી 18થી 39 વર્ષની વય જુથના મતદારોની સંખ્યા જ 7 લાખ 57 હજાર જેટલી થવા જાય છે. જે કુલ મતદારોના 51 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે. તો 80 વર્ષથી ઉપરના કે જેમાં શતાયુ મતદારોનો પણ સમાવેશ થઇ જાય છે એવા મતદારોની સંખ્યા 25631 જેટલી નોંધાઇ છે. મતદારોના નામની નોંધણી હજુ જારી રખાઇ હોવાના લીધે યુવા વયજુથના મતદારોની સંખ્યામાં હજુ વધારો થાય તેવી પ્રબળ શકયતાને જોતાં આ ટકાવારી વધશે તે નિશ્ચીત જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો