કચ્છનો અેવરેજ વરસાદ પણ 158.01ટકાના અાંકે પહોંચ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ સાલે મેઘરાજાઅે કચ્છને રીતસરનું ધરવી દીધું હોય તેમ નવરાત્રીનો તહેવાર અાવી ચુકયો હોવા છતાં હજુ સુધી વરસાદ વરસવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે 2011 પછી અેટલે કે અાઠ વર્ષના અંતરાલ બાદ અેવું બનવા પામ્યું છે કે કચ્છના તમામ દસેય તાલુકાનો સરેરાશ વરસાદ 100 ટકાને પાર થઇ ગયો છે.

2011 બાદ 2013 અને 2015ની સાલમાં સારો વરસાદ તો પડયો હતો પણ જિલ્લાના તમામ તાલુકામાં 100 ટકા વરસાદ વરસ્યો હોય તેવું બન્યું નહોતું. અા વખતે ગાંધીધામ તાલુકો અા અાંકથી થોડો દુર હતો પણ ભાદરવી મહેર વરસતાં અહી પણ અેવરેજ વરસાદ 100 ટકાના અાંકને વટાવી ગયો છે.

કચ્છ જિલ્લાના સરેરાશ વરસાદની વાત કરીઅે તો રિજીયન વાઇઝ વધુ વરસાદ કચ્છ ક્ષેત્રમાં 158.01 ટકા વરસ્યો છે. તો જિલ્લાવાર વરસેલા વરસાદમાં કચ્છ જિલ્લો રાજયમાં 5માં ક્રમે હોવાનું જીઅેસડીઅેમઅેના સતાવાર અાંકડા બોલી રહ્યા છે.

તમામ તાલુકામાં સરેરાશ વરસાદ 100 ટકાને પાર
સરેરાશમાં અબડાસા રાજયમાં છઠા ક્રમે
તો તાલુકાવાર સરેરાશ વરસાદની વાત કરીઅે રાજયના 9 તાલુકા અેવા છે કે જયાં અત્યાર સુધી સરેરાશથી બમણો અેટલે કે 200 ટકાથી વધુ વરસાદ વરસી ચુકયો છે. 216 ટકા વરસાદ સાથે અબડાસા તાલુકો રાજયમાં છઠા ક્રમે હોવાના સતાવાર અાંકડા સામે અાવી રહ્યા છે. 2015માં અંજારમાં 225 ટકા બાદ 4 વર્ષ પછી કચ્છના કોઇ તાલુકામાં અેવરેજ વરસાદ 200 ટકાને પાર થયો છે.

ગાંધીધામ સૌથી પાછળ
તાલુકો સરેરાશ વરસાદ

અબડાસા 216.93

નખત્રાણા 195.43

માંડવી 165.94

લખપત 161.00

ભુજ 149.99

ભચાઉ 146.42

રાપર 140.71

મુન્દ્રા 165.94

અંજાર 135.92

ગાંધીધામ 111.77

અન્ય સમાચારો પણ છે...