તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશમાં કોલસાની અાયાતમાં કચ્છની બે કંપનીનો અધધ 40 ટકા હિસ્સો!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત પ્રદૂષણ બાદ પણ ભારતમાં ચાલુ વર્ષના પાંચ મહિનામાં કોલસાની અાયાતમાં ગત વર્ષની તુલનાઅે 28 ટકાનો વધારો થયો છે. ચોંકાવનારી વાત અે છે કે સમગ્ર ભારતના કોલસાની અાયાતમાંથી અેકલી કચ્છની બે કંપની તેમાંથી 40 ટકા હિસ્સો ધરાવે છે.

કોલસા અાધારીત વીજ ઉત્પાદન અંગે હાલ દુનિયાભારમાં ચર્ચા શરૂ થઇ છે. તેનાથી પર્યાવરણને ગંભીર નુકાસન પહોંચી રહ્યું છે. વાત કચ્છની કરવામાં અાવે તો કચ્છમાં કોલ અાધારીત થર્મલ પ્લાન્ટ અાવેલા છે. જેમાંથી બે ખાનગી કંપનીઅો મુન્દ્રામાં અાવેલી છે તેના પ્લાન્ટ છે. હવે અા પ્લાન્ટના કારણે વીજળી ભલે મળી રહી હોય પરંતુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને અેસઅો2 જેવા ઝેરી ગેસ વાતાવરણમાં ભળી રહ્યા છે. તાજેતરમાં ગ્રીનપીસ જેવી અાંતરાષ્ટ્રીય સંસ્થાઅે વૈશ્વિક અેસઅો2ના ઉત્સર્જનમાં કચ્છની પણ નોંધ લીધી હતી. અેસઅો2ના ટોપ 50 કેન્દ્રોમાં બે કચ્છના સ્થાનો હતા.

અા બધાની વચ્ચે ભારતમાં કોલસાની અાયાત ઘટવાને બદલે વધી રહી છે. વીજળીની માંગ વધતી હોવાથી કોલસાની અાયાત પણ વધી રહી છે.

ગત વર્ષની તુલનાઅે તાલુ વર્ષના અેપ્રીલથી અોગસ્ટ સુધીના પાંચ મહિનામાં કોલસાની અાયાતમાં 28 ટકા વધારો નોંધાયો છે. ભારતની કંપનીઅોઅે અા સમયગાળા દરમિયાન કુલ 28.70 મિલિયન મેટ્રીક ટન કોલસાની અાયત કરી હતી. કુલ 32 વીજ ઉત્પન્ન કરતી સરકારી અને પ્રાઇવેટ કંપનીઅોઅે અા અાયાત કરી છે. હવે ચોંકાવનારી વાત અે છે કે અા 28.70 અેમઅેમટીમાંથી 11.58 અેમઅેમટી જેટલો જથ્થો કચ્છની બે ખાનગી કંપનીઅે જ અાયાતનો છે. અેટલે ભારતની અાયાતમાંથી કચ્છની બે કંપનીઅોનો હિસ્સો 40 ટકા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રીસીટી અોથોરિટિઅે જાહેર કરાયેલા અાંકડા પ્રમાણે અેકલા અદાણી મુન્દ્રા પાવર પ્લાન્ટે અા પાંચ મહિનામાં 7.34 અેમઅેમટી કોલ અાયાત કર્યો હતો. તો મુન્દ્રા ખાતે અાવેલા ટાટા પાવર પ્લાન્ટે 4.24 અેમઅેમટી કોલસો અાયાત કર્યો હતો. અેકબાજુ કચ્છમાં અેસઅો2નો વાતાવરણમાં પ્રભાવ વધી રહ્યો છે. તેની બીજીબાજુ અા અાંકડા કચ્છ માટે ચોંકાવનારા છે.

દેશની કુલ 28.70 અેમઅેમટી અાયતમાં કચ્છના બે પ્લાન્ટ દ્વારા જ 11.58 અેમઅેમટીની અાયાત !
સાૈર અને પવન ઊર્જામાં પણ કચ્છ મોખરે
કોલ અાધારીત વીજ ઉત્પાદનમાં કચ્છના અેક બાજુ પ્રદૂષણ વધી રહ્યુ છે. જોકે તેની બીજીબાજુ રાહતની વાત અે છે કે હાલ કચ્છમાં સાૈર અને પવન ઊર્જામાં અબજોનું રોકાણ થઇ રહ્યું છે. જેનાથી અાવનારા સમયમાં કોલ અાધારીત વીજળીનો વપરાશ ઘટાડવામાં મદદ મળશે. જોકે કોલ અાધારીત પ્રદૂષણને ઘટાડવા અંગે કોઇ ગંભીર પગલા ભરાઇ રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...