તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Kutch Collector Held An Urgent Meeting Security Agencies Were Asked To Work In Coordination 025112

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ કલેકટરે તાકીદની બેઠક યોજી : સુરક્ષા એજન્સીઓને સંકલન સાધી કાર્ય કરવા જણાવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતિય વાયુદળે પીઓકેમાં આતંકી સંગઠન જૈશે મહંમદના અાતંકી અડ્ડાનો બોમ્બમારો કરલી સફાયો કરી દીધા બાદ કચ્છ સહિત સમગ્ર ગુજરાતને એલર્ટ પર મુકી દેવાયું છે. ત્યારે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ કલેકટર રેમ્યા મોહને પણ તાકીદની બેઠક યોજી હતી. બેઠકમાં તમામ સુરક્ષા એજન્સઓને અરસ પરસ સંકલન સાધી કાર્ય કરવા જણાવ્યું હતું.

2 કલાક કરતા વધુ સમય સુધી બેઠકનો આ દોર ચાલ્યો હતો. કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે કચ્છમાં સ્થિતી નિયંત્રણ હેઠળ છે આમ છતાં તકેદારીના ભાગરૂપે જિલ્લામાં કાર્યરત તમામ સુરક્ષા એજન્સીના જવાબદારો સાથે વર્તમાન સ્થિતીનો ચિતાર મેળવી સંકલન સાધવા પર ભાર મુકી કોઇ પણ પ્રકારની જરૂરીયાત જણાય તો તંત્રને પણ તેનાથી વાકેફ કરવા જણાવ્યું હતું. પશ્ચીમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું કે બપોરે રાજયના ડીજીપી શીવાનંદ ઝાઅે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરી દરીયાઇ સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે પ્રજાની આંતરિક સલામતી જળવાય તે બાબત પર ભાર મુકયો છે. તોલંબીયાઅે ઉમેર્યુ કે મહત્વના સ્થળોએ નાકાબંધી કરવા સાથે તમામ મહત્વના રસ્તા પર વાહન ચેકીંગની કામગીરી વેગીલી બનાવાઇ છે. પોલીસતંત્ર હાઇએલર્ટ પર મુકી દેવા સાથે કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા સાબદા રહેવા જણાવ્યું છે. દરમિયાન ભુજની લાયન્સ હોસ્પિટલે જો યુદ્ધની સ્થિતિ સર્જાય તો તમામ પ્રકારની મદદ આરોગ્ય સેવા હેતુ કરવાની તત્પરતા દર્શાવી છે. લાયન્સના અગ્રણી ભરત મહેતાએ આ અંગે કલેકટરને પત્ર પણ પાઠવ્યો છે.

આંતરીક સુરક્ષા માટે પોલીસનું ચેકિંગ
ભુજ | ભારતના વાયુ સેનાએ કરેલા હુમલાના વચ્ચે સરહદી કચ્છમાં આંતરીક સુરક્ષા માટે સર્તક બનેલી પશ્ચિમ કચ્છ પોલીસે જિલ્લાના માર્ગો અને મહત્વના સ્થાનો પર પોલીસ કાફલો તૈનાત કરી સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. દેશપર વાંઢાય પાસે તથા સામત્રામાં દુરદર્શનના ટાવર સહિતના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને આ માર્ગ પરથી પસાર થતા વાહનની ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ માંડવીના દરિયાઇ કાંઠાના વિસ્તારો અને શહેરના માર્ગો પર સલામતી મજબુત કરી દિધી હતી.અબડાસા, નખત્રાણા, મુન્દ્રા અને પાવર પટ્ટીના ગામોમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી કામગીરી હાથ ધરાઇ રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

મધરાતે 3.30 વાગ્યે વિમાનની ઘરઘરાટી સંભળાઇ
ભુજ | જે સમયે ભારતિય વાયુદળે પીઓકેમાં ઘુસી આતંકી કેમ્પ નષ્ટ કર્યા બરોબર તે જ સમયે એટલે કે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ભુજના આકાશમાં પણ વિમાનની ઘરઘરાટી અનેક લોકોઅે સાંભળી હતી. વિમાનના અવાજ સામાન્ય કરતા વધુ માત્રામાં સંભળાતા લોકોના મનમાં કૌતુક પણ જાગ્યું હતું. લોકો ભરનિંદ્રામાં પોઢેલા હતા ત્યારે વિમાનના અવાજથી આકાશ થોડા સમય માટે ગાજી ઉઠયું હતું. જોકે આ રૂટિન પ્રક્રિયાનો એક ભાગ હતો કે અન્ય કંઇ તે બાબતનું કારણ તો સ્પષ્ટ નહોતું થયું પણ સવારે જયારે પીઓકેમાં એરસ્ટ્રાઇકની વાત સામે આવી ત્યારે ભુજમાં થયેલી વિમાનની ઘરઘરાટી ચર્ચાનો વિષય બની હતી.

માછીમારો-ગ્રામ્ય આગેવાનો સાથે પણ બેઠક યોજાઇ
હાઇએલર્ટ વચ્ચે પોલીસતંત્રે માછીમારો ઉપરાંત ગ્રામ્ય આગેવાનો સાથે બેઠક યોજી હતી. તો પોલીસની સ્થાનિક ટુકડીઓ તેમના સાથે અરસ પરસ સંકલન સાધી રહ્યા છે. ખાસ કરીને કોઇ પણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધી જણાય તો તરત જ પોલીસ પ્રશાસનને જાણ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો