તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છને ગણિતના 120, ભાષાના 16, સા. વિજ્ઞાનના 56 શિક્ષકો મળ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6થી 8 ધોરણમાં સોમવારે ગણિત વિજ્ઞાનના 120, ભાષાના 16, સામાજિક વિજ્ઞાનના 56 શિક્ષકોને નિમણૂક ઓર્ડર અપાયા હતા, જેથી પ્રાથમિક શિક્ષકોની ઘટ વચ્ચે થોડી રાહત રહેશે.

કચ્છમાં 1716 પ્રાથમિક શાળાઓ છે, જેમાં કાપ મૂક્યા બાદ પણ 10400 જેટલો મહેકમ છે, પરંતુ તેમાંય 1500 ઉપરાંત પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. જેને કચ્છના રાજકારણીઓ નિવારવામાં સરિયામ નિષ્ફળ ગયા છે.

ઉલ્ટું, જિલ્લાફેર બદલીમાં પ્રાથમિક શિક્ષકોને પ્રાત્સાહન અપાતું હોય તેમ મોટી સંખ્યા હોય છે. જે વચ્ચે સોમવારે જિલ્લા તાલીમ ભવનમાં 206 વિદ્યા સહાયકોને નિમણૂક આપવા સ્થળ પસંદગી માટે બોલાવાયા હતા, જેમાંથી 10 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા અને 4ને સ્થળ પસંદ નહોતું પડ્યું. જોકે, 192 જેટલા શિક્ષકોને કારણે અલ્પ પ્રમાણમાં રાહત અનુભવાશે.

કચ્છમાં ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, ધારાસભ્યો અને સાંસદ સહિતના મોટી સંખ્યામાં રાજકારણીઓ છે, જેમાં કેટલાને સ્થાનિક પ્રશ્નોની ખબર હશે અને કેટલા એ દિશામાં ગંભીરતાપૂર્વ પ્રયાસ કરતા હશે. જો બધા ગંભીરતાપૂર્વકના પ્રયાસો કરે તો એકેય સમસ્યા ન રહે, પરંતુ કચ્છના કમનસીબે એ શક્ય નથી બન્યું, જેથી શિક્ષણમાંય હાલત કફોડી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો