તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઠારામાં 5 ખેલી 5180ની રોકડ સાથે પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના કોઠારા -જંગી વિસ્તારમાં ગંજીપાનો જુગાર રમતા 5 શખસોને કોઠારા પોલીસે ઝડપી પાડી તેમની વિરુધ્ધ જુગારધારાની કલમ તળે ગુનો નોંધી અાગળની તપાસનો દોર હાથ પર લીધો હતો.

પોલીસ મથકેથી મળેલ માહિતી અનુસાર બાતમીના અાધારે બપોરે અઢી વાગ્યાના અરસામાં દરોડો પાડવાની અા કામગીરી કરવામાં અાવી હતી. જાહેરમાં ગંજીપાનો જુગાર રમતા સુલેમાન ઇબ્રાહીમ સોતા, મામદ ઇબ્રાહીમ સોતા, મુસ્તાક અબુભખર સમેજા, કરણસિંહ માનસિંહ ડોડિયા અને જિતેન્દ્ર શંકરલાલ રાજગોર 5180ની રોકડ સાથે પકડાઇ ગયા હતા. જુગારીઅોને પકડી પાડવાની અા કામગીરીમાં કોઠારા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...