તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાણો લૉકડાઉનમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાનું જોખમ વધી ગયું છે. દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 310 પર પહોંચ્યો છે. તો ગુજરાતમાં એક જ દિવસમાં બમણો થઈ ગયો છે. શુક્રવારે ગુજરાતમાં 7 પોઝિટિવ હતા જે શનિવારે 14 થઈ ગયા. અત્યાર સુધીમાં અમદાવાદમાં 5, ગાંધીનગરમાં 1, વડોદરામાં 3, સુરતમાં 3, રાજકોટ અને કચ્છમાં 1-1 પોઝિટિવ કેસ મળ્યાં છે. ઝડપી પ્રસરી રહેલા કોરોનાને કારણે ગુજરાત સરકારે 4 મોટા શહેરોમાં 25 માર્ચ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે.

રવિવારે દેશમાં જનતા કર્ફ્યૂ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 7થી રાત્રે 9 વાગ્યા સુધી લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરી છે. ગુજરાત સરકારે પણ લોકોને અપીલ કરી છે કે તેઓ ભયના બદલે ઘરમાં રહે. મુખ્યમંત્રી રૂપાણીએ ચારેય મોટા શહેરોમાં ઇન્ફેક્શન કંટ્રોલ હોસ્પિટલ બનાવવાનો આદેશ આપ્યો છે. તો રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં બેડ વધારવા પણ કહ્યું છે. આ તૈયારી એટલા માટે કે જો ખરાબમાં ખરાબ સ્થિતિને આપણે સંભાળી શકીએ.

શું ન કરવું જોઈએ


1. જરૂરી સુવિધા, ખાસ કરીને હોસ્પિટલ પર દબાણ ન કરો. ડૉક્ટર કોરોના દર્દીની સારવારને અગ્રીમતા આપે તે જરૂરી હોય તો ડૉક્ટરની ફોન પર જ સલાહ લો.

2. ઘર કે ઓફિસથી કામ કરનારાએ પણ સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવું. આવા લોકો કામ પર ન આવે તો તેમનો પગાર કાપવો નહીં.

3. અફવાથી બચો. સોશિયલ મીડિયા પર કોઈપણ માહિતી મળે તો તેની શક્યતા તપાસ્યા વિના તેને ફોરવર્ડ ના કરો.

જનતા કર્ફ્યૂમાં શું કરવું?


1. આજે અને હવે પછીના કેટલાક સપ્તાહ સુધી ઘરમાંથી ન નીકળો. બીજા લોકોના સંપર્કમાં ન આવો, બહારની વ્યક્તિને ન બોલાવો. જે મળવા આવ્યા તેમને દૂરથી જ વાત કરો.

2. જ્યાં સુધી શક્ય હોય ઘરેથી જ કામ કરો. જો આવશ્યક સેવામાં કામ કરતા હો તો પરિવારને મળતાં પહેલા પોતાને સેનિટાઈઝ કરો.

3. 10 વર્ષથી નાના બાળક અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધને થોડા સપ્તાહ સુધી ઘરમાંથી બહાર નીકળવા ન દો.

દેખ તેરે ઇન્સાન કી હાલતક્યા હો ગઈ ભગવાન...

અમદાવાદમાં 5, વડોદરા અને સુરતમાં 3-3, રાજકોટ-કચ્છ-ગાંધીનગરમાં 1-1 પોઝિટિવ

{ સરકારી અને મ્યુ. કોર્પોરેશન તથા પંચાયતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

{ દૂધ, શાકભાજી, કરિયાણુ અને પ્રોવિઝન સ્ટોર ચાલુ રહેશે.

{ મેડિકલ સ્ટોર, લેબોરેટરી, દવાખાના, હોસ્પિટલ, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવા ચાલુ રહેશે.

{ રેલવે, મીડિયા-અખબારો, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો ચાલુ રહેશે.

{ વીજળીની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ અને ટેલિફોન સંબંધિત સેવાઓ ચાલુ રહેશે.

{ બેન્ક, એટીએમ, ક્લિયરિંગ હાઉસ, શેરબજાર ચાલુ રહેશે.

{ મોલ, શોપિંગ મોલ, થિયેટર,પાનના ગલ્લા, ચાની કિટલી, હોટલ- રેસ્ટોરન્ટ બંધ રહેશે.

_photocaption_ફોટો પ્રયાગરાજ-ઉત્તર પ્રદેશનો છે. નવજાત બાળકને સુરક્ષા માસ્ક પહેરાવાયું છે. જાગૃતિ લાવવાનો આ એક અસરકારક ઉપાય છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...