આજે મસ્જિદોમાં જુમ્માની નમાજ નહીં પઢાવી શકાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચ મસ્જીદોમાં નમાઝ પઢવાની મનાઇ ફરમાવી દેવાઇ છે. પેશઇમામ અને તેની સાથે ચાર શખ્સો જ નમાઝ પઢી શકશે ત્યારે શુક્રવારે નમાઝમાં ભારે ભડી હોય છે પણ આજે શુક્રવારે જુમ્મા નમાઝ મસ્જિદમાં નહીં પડાવી શકાય, લોકો પોતાના ઘરે નમાઝ પઢી શકશે તેવી અપીલ સમિતિ દ્વારા કરાઇ હતી.

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યું હતું કે જુમ્માની નમાઝ મસ્જિદમાં પેશઇમામ સહિત ચાર શખ્સોએ પઢવાની રહેશે. મુફતીએ કચ્છના ફરજંદ સૈયદ અનવરશા બાવા તેમજ તબલીગ જમાતના મૌલાના ઇલિયાસ અને એહલે હદીસ જમાતના અમીર મૌલાના બીલાલ સાથે ચર્ચા વિચારણા કરી શરીઅત મુજબ 4 જણા સાથે જુમ્મા નમાઝ અદા કરવાની રહેશે જેની સહમતી પોલીસ તંત્ર દ્વારા અપાઇ હોવાનું જણાવાયું હતું. શુક્રવારે નમાઝ પઢવા માટે ભારે ભીડ રહેતી હોય છે જાહેરનામાના આદેશના પગલે ઘરે નમાઝ પઢે તેવી અપીલ કરાઇ હતી.

કોરોના અંગે જિલ્લા કલેકટરનું જાહેરનામું હોતા
અન્ય સમાચારો પણ છે...