તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં પત્રકારો-પોલીસે બનાવ્યું પાણીનું પરબ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાળો બેસતા જ કચ્છમાં ઋતુ ધીમે ધીમે પોતાની તાસીર બતાવશે. ગરમીનો પારો જેમ જેમ વધે તેમ શરીરનું તાપમાન જાળવવા પાણીનો મહાત્મ ઉપયોગ જરૂરી બને છે. આને ધ્યાને લઈને સમાજનો ચતુર્થ સ્તંભ એટલે કે પત્રકારો અને સુરક્ષાની ફરજ પર ચોવીસ કલાક ખડે પગે રહેતા પોલીસ વિભાગે ભુજમાં જ્યુબિલી સર્કલ પર પાણીનું પરબ બનાવ્યું, જેનું ઉદ્ઘાટન ગુરુવારે સવારે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે કરવામાં આવ્યું. પશ્ચિમ કચ્છ પોલીસ સાથે ‘મા ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ’ આકાશવાણી બહાર સર્કલ નજીક આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. ઉદ્ઘાટન કરતા સંતો સાથે પશ્ચિમ કચ્છ ટ્રાફિક બ્રાન્ચના પી.આઈ. જે.એમ.જાડેજા, સુધરાઈના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રવિન્દ્ર ત્રવાડી, પત્રકારો જય દવે, હરેશ સતાણી, અલ્પેશ ગોસ્વામી, જીતેન્દ્રસિંહ જાડેજા, મિતેશ રાજગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો