તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેટ એરવેઝે ભુજના હોટેલિયરને છતી ટિકીટે ફ્લાઈટમાં બેસવા જ ન દીધા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજના હોટેલિયર રમેશ ભાનુભાઈ ઠક્કરે જેટ એરવેઝની ફ્લાઈટમાં રવિવારે મુંબઈથી ભુજની ટિકીટ બૂક કરાવી હતી, પરંતુ સ્ટાફે ટિકીટ કેન્સલ કરાવેલી છે એવું કહીને ફ્લાઈટમાં બેસવા જ નહોતા દીધા. જોકે, રમેશભાઈએ હેલ્પ લાઈનનો સંપર્ક સાધતા સ્ટાફે ભૂલ કબૂલી હતી, પરંતુ ત્યાં સુધી ફ્લાઈટ ચૂકાઈ ગઈ હતી.

રમેશ ઠક્કર લગ્ન પ્રસંગે મુંબઈ પહોંચ્યા હતા. રવિવારે બપોરે 2 વાગે મુંબઈથી ભુજ પરત આવવા 4 દિવસ પહેલા જ કન્ફર્મ બૂકિંગ કરાવી લીધું હતું, જેથી તેઓ રવિવારે એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. જેમને બોર્ડિંગ પાસ પણ ઈસ્યૂ કરાવી દેવાયા હતા. સિક્યુરિટી ચેકઈન પણ પૂર્ણ થઈ ગયું હતું, પરંતુ અચાનક જેટના સ્ટાફે રમેશભાઈનો બોર્ડિંગ પાસ પરત માંગ્યો હતો અને કહ્યું હતું કે, તમારી ટિકીટ કેન્સલ કરાઈ છે, જેથી તમે ફ્લાઈટમાં બેસી નહીં શકો. સ્ટાફને વાત સાંભળીને આશ્ચર્યચકીત રમેશભાઈએ કહ્યું હતું કે, ટિકીટ કેન્સલ કરાવી જ નથી. સમજાવટ બાદ પણ સ્ટાફે અક્કડ વલણ અપનાવ્યું હતું, જેથી રમેશભાઈએ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો, જેમાં સ્ટાફે ટિકીટ કેન્સલ ન થઈ હોવાનું કબૂલ્યું હતું, પરંતુ ત્યાં સુધી તો ફ્લાઈટ ઉપડી ગઈ હતી.

પતિ એરપોર્ટમાં અને ફ્લાઈટ પત્નીને લઈને રવાના
ટિકીટ કન્ફર્મ હતી, જેથી રમેશભાઈએ પત્નીને ફ્લાઈટમાં બેસી જવા કહ્યું હતું, જેથી રમેશભાઈના પત્ની ફ્લાઈટમાં બેસી ગયા હતા. બીજી બાજુ સ્ટાફે રમેશભાઈ સાથે માથાકૂટ કરીને એરપોર્ટમાં જ રોકી રાખ્યા હતા અને ફ્લાઈટ ઉપડી ગઈ હતી. વળી રમેશભાઈનું પર્સ અને એ.ટી.એમ., ક્રેડીટ કાર્ડ વગેરે તેમના પત્નીના પર્સમાં રહી ગયા હતા અને જેટ એરવેઝે પ્રવાસીને હોટેલ સ્ટે સહિતની કાયદેસરની સુવિધા આપવામાં નનૈયો ભણી દીધો હતો. જોકે, મુંબઈમાં બહોળું સર્કલ ધરાવતા રમેશભાઈની મદદે સ્વજનો દોડી આવ્યા હતા.

શું છે જવાબદારી ?
નિયમ મુજબ પ્રવાસીની ટિકીટ કેન્શલ થાય તો અમુક કલાકો પૂર્વે પ્રવાસીને જાણ કરવી પડે છે. એરલાઈનની ભૂલ હોય તો પ્રવાસીને ફ્રીમાં હોટેલ સ્ટે અને ભોજન સહિતની સગવડો પૂરી પાડવાની હોય છે, પરંતુ એરવેઝ સરકારી નિયમોને ધોળીને પી ગઈ છે.

20 મિનિટ સુધી હેલ્પલાઈન ઉપર વેઈટિંગમાં રખાયા
રમેશભાઈના પુત્રે જણાવ્યું હતું કે, ટિકીટ કેન્સલ થઈ હોવાના સંદેશ વચ્ચે જેટની હેલ્પ લાઈનનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ હેલ્પ લાઈન ઉપર પણ તેમને સતત સળંગ 20 મિનિટ સુધી વેઈટિંગમાં રખાયા હતા. એટલું જ નહીં પણ ઉલ્ટું રમેશભાઈને ફોલ્ટ હોય એમ કહ્યું હતું કે, છેક છેલ્લી ઘડીએ ટિકીટ કેન્સલ થઈ હોવાની તમે અમને ફરિયાદ કરો છો તો અમે શું કરીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો