તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News International Genetically Engineering Machine Aigium A Synthetic Biological Competition 061539

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરનેશનલ જેનેટિકલી અેન્જિનિયરીંગ મશીન (અાઇજીઅેમ) અેક સિંથેટિક બાયોલોજીકલ પ્રતિયોગીતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઇન્ટરનેશનલ જેનેટિકલી અેન્જિનિયરીંગ મશીન (અાઇજીઅેમ) અેક સિંથેટિક બાયોલોજીકલ પ્રતિયોગીતા છે. જે અમેરિકાના બોસ્ટન શહેરમાં દર વર્ષે યોજાય છે. દુનિયાભરમાંથી જેમાં 6 હજારથી વધારે વિદ્યાર્થીઅો ભાગ લે છે. જેમાં અેક કચ્છી છાત્રાઅે ભવિષ્યની ચિકિત્સા પદ્ધતિ રજૂ કરી ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

તાજેતરમાં અા પ્રતિયોગીતામાં અાઇઅાઇઅેસઇઅાર તિરૂપતિઅે ભાગ લઇ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અા ઇન્સ્ટિટ્યુટની કુલ 15 વિદ્યાર્થીઅોની ટીમમાં મૂળ માંડવીની ઉત્તરા ઉપેન્દ્ર ખત્રીનો પણ સમાવેશ થાય છે. અા પ્રતિષ્ઠિત પ્રતિયોગતિતા અને અેવોર્ડ મેળવવા બદલ વિદ્યાર્થિનીને અભિનંદન મળી રહ્યાં છે. ઉત્તરા ખત્રી અાઇઅાઇઅેસઇઅાર તિરૂપતિમાં હાલ બીઅેસઅેમઅેસની છાત્રા છે. તેણે જ મુખ્યરૂપથી ટીમની સ્થાપના કરી હતી. સ્પર્ધામાં રજૂ થયેલા પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરી હતી. અને ગણિતીય મોડલીંગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ભવિષ્યવાણી કરી હતી કે અા ચિકિત્સા માનવ શરીરમાં કામ કરશે. અા સ્પર્ધામાં માત્ર બે ભારતીય ટીમોને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં અાઇઅાઇ અેસી બેંગલોર અને અાઇઅાઇઅેસઇઅાર તિરૂપતિનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો