તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ કચ્છમાં ત્રણ PIની અાંતરીક બદલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પશ્ચિમ કચ્છ પોલીસ ખાતામાં ફરજ બજાવતા ત્રણ પીઅેસઅાઇઅોની અચાનક અાંતરીક બદલીઅો કરી દેવામાં અાવતાં પોલીસ બેળામાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.બદલી પાછળનું કારણ બહાર અાવ્યું નથી.

પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર વી.જી.ભરવાડની નખત્રાણા સીપીઆઈ તરીકે બદલી કરી છે. તો તેમના સ્થાને થોડાંક દિવસો અગાઉ ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં મુકાયેલાં આર.એન.ખાંટની પીઆઈ તરીકે નિમણૂક કરવામાં છે. અને નખત્રાણા સીપીઆઈ તરીકે કાર્યરત મહિલા પીઆઈ પી.એચ.લગધિરકાને જેઆઈસીમાં નિમણુક અપાઇ છે. અામ અેકાઅેક ત્રણ પોલીસ અધિકારીઅોની અાંતરીક બદલી કરી દેવામાં અાવતાં પોલીસ બેળામાં અાંતરીક તર્ક-વિતર્ક વહેતા થયા છે. જો કે, બદલીનું કારણ વહીવટી પ્રક્રિયા હોવાનું બદલીના અોર્ડરમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો