તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં મહિલા સ્વાસ્થ્ય જાગૃતિ અંગે નવતર પહેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર ન્યૂઝ . ભુજ

તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસે ૭ મી એપ્રિલની રાષ્ટ્રીય જાગૃતિના ભાગ રૂપે મહિલાઓમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી ભુજની ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને અદાણી જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના સહકારથી મહિલાઓ માટે તદન નજીવા દરે મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનું આયોજન તારીખ પ મી એપ્રિલથી ૧૧ મી એપ્રિલ સુધી કરવામાં આવેલું હતું. જેમાં 100થી વધુ જરૂરતમંદ બહેનોની તદન નજીવા દરે મેમોગ્રાફી ક્લબ દ્વારા કરાવી આપવામાં આવી હતી. આ કેમ્પની શરુઆત દીપ પ્રાકટ્ય કરી ભુજ શહેરના જાણીતા મહિલા તબીબો ડો. અલ્કાબેન રાવ , ડો.અર્ચનાબેન સાલવી, ઇન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રમુખ કૃપાબેન જોશી તથા પીડીસી ઉષાબેન ઠક્કરે કરાવી હતી. આ કાર્યક્રમના પ્રારંભે બન્ને તબીબોએ મહિલાઓને આ ટેસ્ટ અને તેની ઉપયોગીતા વિશેની મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે મહેમાનો અને લાભાર્થી મહિલાઓને આવકારતા ક્લબના પ્રમુખ કૃપાબેન જોશીએ જણાવ્યું હતું કે તેઓની ક્લબ આવા આયોજનો ભવિષ્યમાં પણ કરતી રહેશે તથા મહિલાઓ અને સમાજને મદદરૂપ થવાની તથા આરોગ્ય જાગૃતિ લાવવાની તેમના ક્લબની કામગીરીને સતત કરતી રહેશે. અદાણી જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના સમગ્ર સ્ટાફનો આ કેમ્પને સફળ બનાવવા સહયોગ મળ્યો હતો. લાભાર્થી મહિલાઓ આ ટેસ્ટ કરાવ્યા બાદ પોતાના વિચારો વ્યક્ત કરી ક્લબ તથા ડોકટરો તેમજ અદાણી જનરલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.કેમ્પને સફળ બનાવવા માટે ક્લબના તમામ સભ્યો તથા હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી તથા કેમ્પ પુર્ણાહુતીની આભારવિધિ ક્લબના મંત્રી રચનાબેન શાહે કરી હતી. આગામી સમયમાં કલબ હજુ પણ આવા મહિલા લક્ષી અનેક કેમ્પોનું આયોજન કરશે .

ઇન્નર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...