તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગગૃહો કચ્છમાં 200 તળાવો ઊંડા કરવાનું કાર્ય હાથ ધરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન-2019નો ધાણેટીના જાસર તળાવને ઊંડું કરવાની વિધિ સાથે આરંભ થયો હતો.

આર્ચીયન ફાઉન્ડેશનના સહયોગમાં હાથ ધરાનારા ખાણેત્રાના કાર્યનો વાસણભાઈ આહિર, વિનોદ ચાવડા, ઘેટાં-ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશી ખાંભલિયા, આર.આર. સોરઠીયા, પ્રભાકર સહિતનાની ઉપસ્થિતિમાં પૂજનવિધિ સાથે આરંભ કરાયો હતો. જળ અભિયાન અંતર્ગત કચ્છમાં 859 કામો માટે અંદાજિત રૂા.2981.37 લાખના ખર્ચ સાથે અંદાજિત 33,45,462.66 ઘનમીટર માટી કાઢવાના આયોજન સાથે સંગ્રહ શક્તિમાં કુલે 33.45 કરોડ લીટર સંગ્રહશક્તિ વધારો કરવાનું આયોજન હોવાનું જણાવાયું હતું. કચ્છમાં કાર્યરત ઉદ્યોગગૃહો દ્વારા સીએસઆરના માધ્યમથી 100 ટકા સહયોગ સાથે 200 તળાવો ઊંડા કરવાનું કાર્ય ઉપાડી લેવાશે તેવી ઉદ્યોગગૃહોની પહેલને તેમણે વધાવી લીધી હતી.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ગત વર્ષે 640 કામોના લક્ષ્યાંક સામે 798 કામો પૂરાં કરાયાં હોવાનું જણાવ્યું હતું. કેશુભાઈ પટેલ, લક્ષ્મણસિંહ સોઢા, હરિશ ભંડેરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો