તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો વણસી જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુલવામા હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો બગડ્યા છે ત્યારે આગામી તારીખ 7 માર્ચ 2019ને ગુરુવારે વહેલી સવારે 5.34 કલાકે રાહુ કર્ક રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

ભુજના એક જાણીતા જ્યોતિષ જણાવે છે કે, આપણા ભારત દેશની રાશિ ધન છે. ભારતની રાશિ કુંડળી પ્રમાણે શનિચંદ્રના વિષયોગ અત્યારે ચાલુ છે.

મિથુનનો રાહુ સામે આવતા શનિ-રાહુનો શ્રાપિત દોષ થશે, સાથે ચંદ્ર-રાહુનો ગ્રહણ યોગ થશે આથી ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો વણસશે. બંને દેશો વચ્ચે માનસિક અને આર્થિક પ્રેશર રહેશે જે 24 જાન્યુઆરી 2020 સુધી રહેશે ત્યારબાદ બધું શાંત પડી જશે.

આ સમય દરમિયાન રાજકીય અને અન્ય બાબતોના નિર્ણય સમજી વિચારીને લેવા જરૂરી બનશે. પાકિસ્તાન સામે યોગ્ય અને જરૂરી નિર્ણયો ઝડપી બનશે. ભારતની વિશ્વમાં પ્રસિદ્ધિ થશે, વિદેશ વ્યાપાર સારા બનશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો