તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News Increasingly The Security Agencies In Kachchh After The Air Strikes In India 025209

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની એરસ્ટ્રાઇક બાદ કચ્છમાં સુરક્ષા એજન્સીઓએ સતકર્તામાં કર્યો વધારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલાવામાની ઘટનાનો બદલો લેવા માટે ભારતના વાયુદળે મંગળવારની મધરાતે પીઓકેમાં આવેલ આતં_કી સ઼ગઠન જૈશે એ મહંમદના કેમ્પ પર 21 મિનીટ સુધી બોમ્બમારો કરી અનેક કેમ્પને નષ્ટ કરી નાખ્યા છે. ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકને અડીને આવેલ કચ્છ સરહદની સુરક્ષા પણ વધારી દેવા સાથે અહી કાર્યરત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇઅેલર્ટ પર મુકી દેવામાં આવી છે.

ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી કોઇ ઉંબાડિયું થાય તો તેને પહોચી વળવા માટે બોર્ડર સિકયોરીટી ફોર્સ, આર્મિ, અેરફોર્સ અને સ્થાનિક પોલીસ તેમજ કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને સતર્કતા વધારી દેવાની સુચના આપવા સાથે કોઇ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો ત્વરીત જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. હાઇઅેલર્ટના ભાગરૂપે રણ અને દરિયાઇ સરહદે પેટ્રોલીંગ વધારવા ઉપરાંત સરહદને જોડતા માર્ગો પરની મહત્વની ચેકપોષ્ટ પર સઘન વાહન ચેકીંગ કરવા સહિતની કામગીરી કરાઇ રહી છે. આર્મિની બટાલિયનને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ સાથે ભુજ અને ભાનાડા એરફોર્સ સ્ટેશનને પણ આપાતકાલીન સ્થિતસી સર્જાય તો સાબદાં રહેવા જણાવી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો