સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં હાલના પ્રતિ કિલો ફેટ રૂપિયા 600 થી વધારી અને 620રૂપિયા કરવામાં આવશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટર દૂધના ભાવમાં1.50 રૂપિયા સુધી વધારો થશે અને માસિક રૂપિયા 1.5 કરોડ રૂપિયા પશુપાલકોને વધુ મળશે.

ડેરીના ચેરમેન વલમજી આર. હુંબલે જણાવ્યુ હતું કે કચ્છ જિલ્લામાં દુષ્કાળની કપરી પરિસ્થિતીને કારણે છેલ્લા કેટલાક સમયમાં ખાણ દાણ તથા લીલો ચારો તેમજ સૂકા ચારાના ભાવમાં થયેલ વધારાના કારણે દૂધ સંઘ દ્વારા અા નિર્ણય લેવામાં અાવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ ભાવો ઉપરાંત દૂધ સંઘ દ્વારા વર્ષાન્તે દૂધ ભાવફેર (બોનસ) પણ ચૂકવવામાં આવે છે જેની ગણતરી કરીએ તો ભાવોમાં ૩૦ રૂપિયા વધારે થવા જાય છે અને કુલ ભાવ 650 રૂપિયા પ્રતિ કિલો ફેટ પશુપાલકોને મળે છે. ગુજરાતના ફેડરેશન સાથે સંકળાયેલ ૨૧ સંઘો માથી સૌથી વધુ ભાવો ચૂકવતા સંઘોમાં પ્રથમ ૩ ક્રમાંકમાં કચ્છ દૂધ સંઘ આવે છે. આગામી દિવસોમાં દૂધ ભાવફેરની ચુકવણી કરવાની ચાલુ કરી દેવામાં આવશે.

પશુપાલકોને મકાઇના બિયારણની 10 હજાર કીટ વિનામુલ્યે વિતરણ કરવામાં અાવી હતી જેના કારણે લીલા ચારાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. સરહદ દાણમાં પણ ૨૫૦ રૂપિયા સબસિડી આપવામાં આવે છે જેથી દૂધ ઉત્પાદનના ખર્ચના ઘટાડામાં પશુપાલકોને રાહત મળી રહે.

અન્ય સમાચારો પણ છે...