તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિલર 1111 સામે પાક.દળોની હિલચાલમાં વધારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામા હુમલાનો બદલો લેવા ભારતે મંગળવારની મધરાતે પીઓકેમાં આવેલ બાલકોટ ચકોટી સહિતના વિસ્તારમાં આવેલ આતંકી સંગઠનના કેમ્પોને તહસ નહસ કરી નાખ્યા છે. ભારતની એર સ્ટ્રાઇક બાદ ગભરાઇ ગયેલા પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર અસામાન્ય હિલચાલ વધારી દીધી છે. ગુપ્તચર સુત્રોમાંથી જાણવા મળેલી માહીતી અનુસાર કચ્છની સામેપાર પાકિસ્તાને ટેન્ક રેજીમેન્ટ ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

પાછલા 2 દિવસથી ધીમી ગતિઅે ચાલતી આ કાર્યવાહી ભારતની જવાબી કાર્યવાહી બાદ વધારી દીધી છે. કચ્છની વીઘાકોટ સરહદથી માંડ અડધો કિલોમિટર દુર પાકિસ્તાન આર્મી અને રેન્જર્સની હિલચાલ વધી ગઇ છે. આર્મિની કૃમકનો કાફલો કચ્છ સરહદની સામેપાર ગોઠવાતો જોવા મળી રહ્યો છે. ભારતની અેજન્સીઓએ આ હિલચાલ પર સતર્કતા ભરી નજર રાખવાનું શરૂ કરી દીધું છે. દરિયાઇ સરહદે ખડાઉ બંદર, પાઇક્રીક અને નલવાલી સહિતના વિસ્તારો ઉપરાંત રણ સરહદ પાસે આવેલ પાનેલી, જતલી બલિહારી સહિતના ગામોમાં આર્મિની કૃમક ગોઠવી દેવા સાથે સામાન્ય રીતે ખાલીખમ રહેતા વોચટાવર પર મરીન એજન્સીના જવાનને તૈનાત કરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો