તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરટીઓના ‘નાગરિક સુવિધા કેન્દ્ર’માં જ લાઈટ કાપી કરાઈ અસુવિધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં લોકોની સગવડતા માટે નાગરિક સુવિધા કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. જિલ્લાની વાહન વ્યવહારની મુખ્ય કચેરીમાં દરરોજ જિલ્લાભરમાંથી વાહનચાલકો લાઇસન્સ, વાહન રજીસ્ટ્રેશન, એચએસઆરપી વગેરે વાહનને લગતા કામ માટે આવતા હોય છે.

ગત વર્ષે આ કચેરીની પાછળના ભાગે લોકોની ફોર્મ ભરવા જેવા કામો સબબ અગવડતા ન પડે તેમજ સંકુલની અંદર ભીડ ન થાય તે માટે શેડ બનાવી સગવડતા ઊભી કરાઇ. લાઈટ કનેક્શન પણ આપવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ ત્રણ થી ચાર મહિના અગાઉ વીજળીની લાઈન અધિકારી દ્વારા કાપી નખાતા લાઈટ અને પંખા હોવા છતાં બંધ થઈ ગયા છે.

આ અંગે આરટીઓ યાદવને પૂછતાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં જ વીજળી આપી શકીએ, પાછળના ભાગમાં બનેલો શેડ સરકારના બાંધકામ વિભાગે બનાવેલ નથી, કે અમે ત્યાં ઇલેક્ટ્રિક સપ્લાય આપીએ. એજન્ટોએ તેમની સગવડતા માટે બનાવ્યા છે, જો કે, હકીકત છે કે, જે તે વખતે કનેક્શન આપવામા આવ્યું જ હતું.

એજન્ટો અને અધિકારીની લડાઈમાં લોકો શા માટે ભોગ બને તે બંને પક્ષે વિચારવું રહ્યું.

જિલ્લા મથક ભુજ મઘ્યે વાહન વ્યવહાર અધિકારીની કચેરીમાં નાગરિકો માટે ખડા કરાયેલા સુવિધા કેન્દ્ર શેડમાં લાઈટ કાપી નખાતા ગરમીમાં લોકોને પડતી હેરાનગતિ.

અન્ય સમાચારો પણ છે...