તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશ્ચિમ કચ્છમાં 185 લોકો પોલીસની ઝપેટે ચડ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ કચ્છ પોલીસ દ્રારા કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ સંદર્ભમાં લોકોની સલામતી જિલ્લાભરમાં ચુસ્ત પણે કાર્યવાહી કરવામાં અાવી હતી, જેમાં સોમવારે કુલ 177 વાહન ડીટેઇન કરાયા હતા જ્યારે અાઠ વ્યક્તિઅો કારણ વગર ફરતા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સાૈરભ તોલંબિયાના માર્ગ દર્શન હેઠળ અલગ-અલગ સ્થળોએ નાકાબંધી કરી વાહન ચેકીંગ કરવામાં આવી રહેલ છે. આ વાહન ચેકીંગ દરમ્યાન જાહેરનામાનો ભંગ કરી બિન જરૂરી રોડ ઉપર નીકળેલા 177 વાહન પોલીસ સ્ટેશનોમાં ડીટેઇન કરવામાં અાવ્યા છે. તેમજ જાહેરનામાના ભંગ બદલ 8 લોકો સામે કેસો કરી તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જિલ્લા ટ્રાફિક પીઅેસઅાઇ જે.અેન.જાડેજાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...