તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News In The Western Kachchh District 1050 Vehicle Operators Rushed To The Police Vehicle Checking Drive 061034

પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસની વાહન ચેકિંગ ડ્રાઈવમાં 1,050 વાહનચાલક ઝપટે ચડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ફોર વ્હીલમાં બ્લેક ફિલ્મ દુર કરવા તથા નંબર પ્લેટ વગરના વાહન તેમજ ફેન્સી નંબર પ્લેટ ધરાવા વાહનો વિરૂધ કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લાભરમાં મંગળવારે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં અાવી હતી જેમા 1050 વાહનો ચેક કરાયા હતા જેમાંથી 11 વાહનો ડિટેઇન કરવામાં અાવ્યા તથા 204 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દુર કરવામાં અાવી હતી અને 34 હજાર જેટલો સ્થળ પરથી દંડ વસુલવામાં અાવ્યો હતો.

જિલ્લા ટ્રાફિક પીઅેસઅાઇ જે.અેન.જાડેજાઅે જણાવ્યું હતું કે, મંગળવારે પશ્ચિમ કચ્છ પોલિસ અધિક્ષક સૌરભ તૌલંબિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં ફોર વ્હીલમાં બ્લેક ફિલ્મ દૂર તથા નમ્બર પ્લેટ વગરની તથા ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની દ્રાઈવ રાખવામાં આવી હતી. અારટીઅોના નિયમોનો ભંગ કરનારા વાહનો સામે અવિરત કાર્યવાહી હાથ ધરવામાં અાવશે તેવું યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...