તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News In The Villages Of The Power Strip Happy Farmers And Large Numbers Of Farmers After The Good Monsoon 061531

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવરપટ્ટીના ગામોમાં સારા ચોમાસાના પગલે ખુશ ખેડૂતોઅે મોટા પ્રમાણમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાવરપટ્ટીના ગામોમાં સારા ચોમાસાના પગલે ખુશ ખેડૂતોઅે મોટા પ્રમાણમાં વિવિધ પાકનું વાવેતર કર્યું છે પણ તેની વૃધ્ધિ માટે અાવશ્યક અેવું યુરિયા ખાતર ન મળતું હોવાથી ખેત ઉત્પાદન ઘટી જવાની ભીતિ કિસાનોને સતાવી રહી છે.

અા વિસ્તારના નિરોણા, લોરિયા, ઝુરા, પાલનપુર, વંગ, અોરીરા, ખારડિયા, બિબર, ગોધિયાર, ભીમાસર, મેડીસર, વેડહાર સહિતના ગામોમાં અેરંડા, રાયડો, ઘઉં, ઇસબગુલ જેવા પાકોનું લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કરાયું છે. અા પાકોના વિકાસ માટે નાઇટ્રોજનની જરૂરત રહે છે જે યુરિયા ખાતરમાં મળે છે પણ છેલ્લા પખવાડિયાથી તેની અછત સર્જાવાના કારણે કિસાનો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ સેવક અલ્પેશભાઇના જણાવ્યા મુજબ યુરિયા ન મળે તો પાક પીળો પડી જવાની સાથે તેની વૃધ્ધિ રૂંધાય છે.

અા વિસ્તારમાં ખાતર પૂરું પાડતી નિરોણા ગ્રુપ સેવા સહકારી મંડળીના શામજીભાઇનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, ઇફકો દ્વારા પૂરા પાડવામા અાવતા યુરિયાની દૈનિક 50 બેગની જરૂરિયાત રહે છે. બે સપ્તાહ અગાઉ 2200 બેગનો અોર્ડર મૂક્યો છે પણ માલ અાવ્યો નથી.

ઇફકોના અેરિયા મેનેજર વી. અેલ. બારિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં યુરિયાની જરૂરિયાત વધારે છે પણ ટૂંક સમયમાં કચ્છમાં પૂરતો જથ્થો અાવતાં સમસ્યા હળવી થશે. નિરોણાની મંડળીને અેકાદ દિવસમાં અેક ગાડી પહોંચાડાશે તેવી ખાતરી તેમણે અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો