તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News In The Treasury Office The Start Of The March Ending Operation Started 021517

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિજોરી કચેરીમાં માર્ચ એન્ડીંગની કામગીરીનો આગોતરો ધમધમાટ શરૂ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાની તિજોરી કચેરીમાં માર્ચ એન્ડીંગની એટલે કે હિસાી વર્ષની પૂર્તતાની કામગીરીનો આગોતરો ધમધમાટ અત્યારથી વેગવાન બનેલો જોવા મળી રહ્યો છે. સતાવાર રીતે મળેલ માહિતી અનુસાર સામાન્ય રીતે તિજોરી કચેરીમાં માર્ચ માસમાંજ ચુકવણા સહિતની અન્ય કામગીરીનો ધમધમાટ જોવા મળતો હોય છે.

આ વખતે લોકસભા ચૂંટણી માથે હોતાં જો ચૂ઼ંટણી જાહેર થાય તો આચારસંહિતા અમલી બની જવા સાથે ગ્રાન્ટની ફાળવણી ,વપરાશ સહીતના કામો પર બ્રેક લાગી જાય અને ગ્રાન્ટ લેપ્સ જવાનીય ભીતી ઉભી થઇ જાય. આ ભિતીને ડામવા માટે ફેબ્રુઆરી માસમાંજ ચુકવણાનું કાર્ય વેગીલું બનાવી દેવાયું છે.

સામાન્ય રીતે માર્ચ માસને બાદ કરતાં અન્ય મહિનાઓમાં માંડ 80થી 100 કયારેક 120 કરોડ આસપાસ ચુકવણું થતું હોય છે. આ વખતે ફેબ્રુઆરી માસમાંજ ચુકવણાનો આંક લગભગ 200 કરોડને પાર થઇ ગયોછે. અને માર્ચના પ્રથમ પખવાડિયા સુધી તો મોટાભાગના ચુકવણાની કામગીરી આટોપી લેવાય તે પ્રકારની કામગીરીનો ધમધમાટ હાલ તો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો