• Gujarati News
  • National
  • Bhuj News In The Kutch Suffering From Scarcity It Is Also Known As Water Conservation In Summer 061014

અછતથી પિડાતા કચ્છમાં ઉનાળાના આકરા મંડાણ સાથે જળસંકટ પણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અછતથી પિડાતા કચ્છમાં ઉનાળાના આકરા મંડાણ સાથે જળસંકટ પણ ઘેરું બન્યું છે. ત્યારે અછતની સ્થિતસી અને તેમાંય ખાસ કરીને પાણીની તંગીથી ઉદભવેલ સ્થિતીનું જાત નિરીક્ષણ કરવા કચ્છ દોડી આવેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાણી મુદે કોઇ પણ પ્રકારની ફરિયાદ આવે તો તેનો ત્વરીત નીકાલ કરવાની સુચના આપી આ મુદે કોઇ પણ પ્રકારની ગાફેલતા ચલાવી લેવાશે નહિ તેવી કડક તાકીદ પણ કચ્છના તંત્રવાહકોને કરી હતી.

નિર્ધારીત સમયથી એકાદ કલાક મોડા પહો઼ચેલા મુખ્યમંત્રીએ કોટેશ્વર મહાદેવ મંદિરે પુજા -અર્ચના કરી બીએસએફ કેમ્પ ખાતે અબડાસા અને લખપત તાલુકાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. હાલતો આ તાલુકાના 7 ગામોમાંજ ટૈનકર મારફત પાણી પહોંચાડાઇ રહ્યું છે. નર્મદાના 17 સહીત 32 એમએલડી પાણી વિતરીત કરાઇ રહ્યું છે.આમ છતાં પાણીની કોઇ પણ તંગી સર્જાય તો માંગણી મુજબ ટેન્કર દોડાવવા જણાવ્યું હતું.સી.એમે પાણીની સાથે ઘાસની સ્થિતીની સમીક્ષા કરી એવો સધિયારો આપ્યો હતો કે પાણીની ચિંતા સરકાર કરે છે પ્રજાજનો આ મુદે હવે નિશ્ચીત બની જાય.

નારાયણ સરોવર બાદ સરહદી ખાવડા વિસ્તારના ધોરડો પાસે આવેલ પનાવાલી ઢોરવાડાની મુલાકાત લીધી હતી. પ્રથમ નારાયણસરોવર અને ધોરડોમાં

...અનુસંધાન પાનાનં.13

ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની પાસેથી અછતની સ્થિતીમાં પાણી અને ઘાસની કોઇ તકલીફ હોય તો તે જણાવવા કહી સરકાર તમારી પડખે છે એવી બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...