તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલમાં અારોગ્યપ્રદ ખોરાકથી જલદી સ્વસ્થ થવાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ઉજવાયેલા રાષ્ટ્રીય આહાર વિજ્ઞાન દિન નિમિત્તે આહારશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, રસોડું હોસ્પિટલનું હૃદય છે. જ્યાં દર્દ અનુરૂપ આરોગ્યપ્રદ ખોરાક તૈયાર થાય છે. અને રોગીઓને જલ્દી સાજા કરવા તબીબો માટે સહાયરૂપ બને છે. આહારશાસ્ત્રી હિરવા ભોજાણી અને જાનકી તન્નાએ કહ્યું કે, દવાની સાથે ખોરાકનું પણ એટલું જ મહત્વ હોવાથી મોટી હોસ્પિટલમાં આહારશાસ્ત્રી રાખવામાં આવે છે. જી.કે.માં દૈનિક ૩૦૦ દર્દીઓ માટે આરોગ્યપ્રદ ભોજન તૈયાર કરવામાં આવે છે. રસોડાનાં આરોગ્ય ઉપર ખાસ નજર રાખવામાં આવે છે. દર ત્રણ માસે રસોઈઘરના કર્મચારીઓની આરોગ્ય ચકાસણી થાય છે. અને તેમના આરોગ્યનો રેકોર્ડ રાખવામાં આવે છે. દર્દીના નામ અને દર્દ મુજબ ખોરાક પીરસવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડીયન ડાયટેટીક એસોશિયેશન દ્વારા દર વર્ષે 10 જાન્યુ.નાં ડાયટેટીક ડે ઉજવાય છે. અને તે નિમિત્તે આરોગ્ય માટે પોષણક્ષમ આહાર અંગે જાગૃતિ આણવામાં આવે છે.

ભુજની જનરલ હોસ્પિટલમાં આહાર વિજ્ઞાન દિન ઉજવાયો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો