• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News in the general meeting date is 11 to 7 then 18 when it is available 061637

સામાન્ય સભામાં તારીખ પે તારીખ 7 માંથી 11, પછી થઇ 18, મળે ત્યારે ખરી

Bhuj News - in the general meeting date is 11 to 7 then 18 when it is available 061637

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
ભુજ પાલિકામાં અોકટોબર માસની સામાન્ય સભા છેક નવેમ્બરની 7મી તારીખે બોલાવવાની હતી. પરંતુ, અચાનક 11મી તારીખે ઠેલવામાં અાવી હતી. જેનો છઠ્ઠી તારીખે સર્ક્યૂલર બહાર પડી ગયો હતો. પરંતુ, હવે અચાનક 18મી નવેમ્બરે ઠેલી દેવાઈ છે. જોકે, શુક્રવાર સુધી નગરસેવકો પાસે સર્ક્યૂલર પહોંચ્યો ન હતો અને હજુ પણ તારીખ ઠેલાય અેવી શક્યતાઅો વ્યક્ત થતી હતી, જેથી સામાન્ય સભા મળે ત્યારે ખરી અેવું ચર્ચાઈ રહ્યું છે.

પાલિકામાં અેક વર્ષમાં અોછામાં અોછી ચાર સામાન્ય સભા બોલાવવાનો નિયમ છેે. પરંતુ, પાલિકામાં દોઢેક માસથી પદાધિકારીઅો કારોબારી સમિતિ અને સામાન્ય સભા બોલાવવામાં નબળા પુરવાર થયા છે, જેથી નીતિ વિષયક નિર્ણયો, દરખાસ્તો અને ઠરાવો સમયસર પસાર ન થવાથી વહીવટી પ્રક્રિયા ઉપર વિપરીત અસર પડી છે. પાલિકામાં જાન્યુઅારીની સામાન્ય સભા છેક ફેબ્રુઅારીમાં મળી હતી અને અેપ્રિલની સામાન્ય સભા ખવાઈ ગઈ હતી. હવે અોકટોબરની સામાન્ય સભા છેક નવેમ્બરમાં બોલાવવાની ગણતરીઅો ચાલી રહી છે, જેમાં પ્રારંભે 7મી તારીખ નક્કી થઈ હતી. જે બાદ 11મી તારીખે સામાન્ય સભાનો સર્ક્યૂલર પણ બહાર પડી ગયો હતો. જોકે, અેમાંય સામાન્ય સભાથી 7 દિવસ અગાઉ જાણ કરવાને બદલે 5 દિવસ અગાઉ જાણ કરાઈ હતી. જે હહવે અચાનક ઠેલીને 18મી તારીખે સામાન્ય સભા બોલાવવાનું નક્કી કરાયું છે. જોકે, શુક્રવારે કચેરી બંધ થઈ ત્યાં સુધી સુધારા સાથે નવો સર્ક્યૂલર કોઈના હાથમાં અાવ્યો ન હતો. કેમ કે, 18મી તારીખ પણ કદ કરવાની ગણતરી ચાલતી હતી.

મુખ્ય અધિકારી વહીવટી શાસનની દરખાસ્ત કરી શકે

વિપક્ષી નગરસેવિકા મરીયમબાઈ હાસમ સમાઅે જણાવ્યું હતું કે, સામાન્ય સભા નિયમિત મળતી નથી, જેથી મુખ્ય અધિકારીઅે રાજકોટમાં નાયબ પ્રાદેશિક કમિશનરને જાણ કરીને વહીવટી શાસનની દરખાસ્ત કરી શકે છે. બીજી બાજું વિપક્ષી નગરસેવક ફકીરમામદ કુંભારે જણાવ્યું હતું કે, મને 7 દિવસને બદલે માત્ર 8 દિવસ પહેલા 11મી નવેમ્બરે સામાન્ય સભાનો સર્ક્યૂલર અાપવામાં અાવ્યું છે. 18મી નવેમ્બરે ઠેલાઈ હોવાના સુધારા સાથેનો નવો સર્ક્યૂલર હજુ સુધી મને મળ્યું નથી.

કારોબારી સમિતિ ન મળતા સામાન્ય સભા ઠેલાઈ

સૂત્રોઅે જણાવ્યું હતું કે, શહેરની સફાઈનો ઠેકો અાપતા ટેન્ડર અાવ્યા છે. જે ખોલ્યા બાદ કારોબારી સમિતિની મંજુરી માટે બાકી છે. 7મી નવેમ્બરે કારોબારી સમિતિની બેઠકમાં મંજુરી મળવાની હતી, જેથી સામાન્ય સભા 11મી નવેમ્બરે ઠેલાઈ હતી. જોકે, 7મી નવેમ્બરે કારોબારી સમિતિની બેઠક મળી નથી, જેથી સામાન્ય સભા 18મી નવેમ્બરે ઠેલવામાં અાવી છે. બીજી તરફ ભાજપ સંગઠનની વરણી બે ત્રણ દિવસમાં થવાની છે અેટલે કારોબારી સમિતિ અને સામાન્ય સભા તરફ શાસક પક્ષનો ઉદાસીન વલણ થઈ ગયો છે.

ભુજ પાલિકામાં નીતિ વિષયક નિર્ણયો, દરખાસ્તો અને ઠરાવો સમયસર ન થતા વહીવટ ખાડે

X
Bhuj News - in the general meeting date is 11 to 7 then 18 when it is available 061637
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી