તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાતિલ ઠંડીમાં ઝકડાયેલા કચ્છના કેટલાક વિસ્તારમાં રવિવારની મોડીરાત્રે અને

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાતિલ ઠંડીમાં ઝકડાયેલા કચ્છના કેટલાક વિસ્તારમાં રવિવારની મોડીરાત્રે અને સોમવારે ઝરમર રૂપે માવઠું થતાં કિસાનો ચિંતિત બન્યા હતા. જો કે, સવારે 11 વાગ્યાના અરસામાં ઉઘાડ નીકળતાં લોકોઅે રાહતનો દમ લીધો હતો. પૂર્વમાં અાડેસરથી લઇને પશ્ચિમના છેવાડે અાવેલા નારાયણસરોવર સુધીના કેટલાક વિસ્તારમાં ઝાપટાં વરસવાની સાથે અાકાશ ગોરંભાયેલું રહેતાં સવારે ઠાર અનુભવાયો હતો.

પશ્ચિમથી પ્રવેશેલા માવઠાને પગલે નારાયણસરોવર અને દયાપરમાં રવિવારે રાત્રે 11.30ના અરસામાં ઝાપટું પડ્યું હતું. તો ભુજમાં પરોઢિયે 4 વાગ્યાના અરસામાં ઝરમર વરસતાં માર્ગો ભીંજાયા હતા.

ભચાઉમાં સવારે 6 વાગ્યે ઠંડા પવનના સૂસવાટા સાથે વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. અેકાઅેક હવામાન પલટાવાનું છે તેની જાણે ભનક અાવી ગઇ હોય તેમ ગાયો દોડાદોડ કરવા લાગતાં તેને નજરે જોનારા નગરજનો ગભરાયા હતા પણ તેમના અા વર્તન બાદ ઝાપટું પડતાં હાશકારો અનુભવ્યો હતો. અાડેસર વિસ્તારમાં પણ અા સમયગાળા દરમિયાન માવઠું થયું હતું. ભચાઉ તાલુકાના ખડિર વિસ્તારમાં રવિવારના મોડી રાત્રે અડધા ઇંચ જેટલું પાણી વરસતાં કિસાન વર્ગ ચિંતામાં મુકાયો હતો. માવઠાના કારણે જીરૂના પાકમાં ફૂગજન્ય ‘કાળિયો, ધોળિયો’ નામનો અસાધ્ય રોગ અાવવાની ભીતિઅે જો પાક નિષ્ફળ જશે તો મોટો અાર્થિક ફટકો ખમવો પડશે તેવી ભીતિ ખેડૂતોઅે દર્શાવી હતી. બીજી બાજુ ખડિરની રખાલ અને ડુંગરાળ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં થયેલું ઘાસ પલળી જવાથી તે સડી જતાં બેસ્વાદ બની જવાથી પશુઅો તેને ખાશે નહિ તો શું થશે તેવી ચિંતા પશુપાલકોના ચહેરે જોવા મળી હતી.

મુન્દ્રા પંથકમાં ઠંડીમાં આંશિક રાહત થયા બાદ સોમવારે પરોઢીયે નગર તથા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાવઠું થતાં સમગ્ર પંથકમાં ઠાર વધ્યો હતો. વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં નગર તેમજ બંદરીય વિસ્તારમાં કમોસમી છાંટા થકી રસ્તા ભીના થયા હતા. સમાઘોઘા, પ્રાગપર, કપાયા, ટોડા, ભોરારા, ગુંદાલા સહિતના ગામોમાં માવઠું થતાં મકર સંક્રાંતિની પૂર્વ સવારે ચોમેર ઠંડીનું સામ્રાજ્ય ફેલાયું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો