Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણા તાલુકામાં પવનચક્કીમાંથી વાયરની બેફામ થાય છે તસ્કરી
નખત્રાણા તાલુકાના સુખપર રોહાની સીમમાં અાવેલા પવન ચક્કિના ટાવરમાંથી 220કેવી લાઇન તોડીને ઉપરા છપરી ચોરી કરી જવાના બનાવો અંગે પોલીસ દ્રારા કોઇ કાર્યવાહી ન થતાં પશ્ચિમ કચ્છ પોલીસ વડાને સુરતની કે.પી.અેનર્જી કંપનીઅે લેખિત રજુઅાત કરી છે.
સુરતની કે.પી. એનર્જી નામની કંપની દ્વારા ગઢશીશા તાલુકામાં અાવેલા વિવિધ ગામોમાં પવનચક્કીઓ ઉભી કરવાનું કામ કરવામાં અાવ્યું છે. અા પવનચક્કિ માટેની 220 કેવીની મોટી લાઇનો ગઢશીશાથી નિરોણા પાસે અાવેલા પાલનપુર ગામે આવેલી સેન્ટ્રલ ગ્રીડમાં જાય છે. જે નખત્રાણાના સુખપર રોહા ગામની સીમમાંથી પસાર થાય છે. ગત 18-2ના સુખપર રોહાની સીમમાં અાવેલા ટાવર નંબર 41/1માં કોઇ અજાણ્યા તત્વોએ કાપી નાખી તોડી પાડવા પ્રયાસ કર્યો હતો. જેમાં 220 કેવીની વીજલાઈન તૂટીને પીજીવીસીએલની લાઈન પર પડેલી અને તે સાથે જ તમામ વીજલાઈન તૂટીને ભુજ-નલિયા હાઈવે પર પડી હતી. બનાવ અંગે કંપનીના દ્વારા નખત્રાણા પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની કોઇ ગંભીરતા ન લઇ તપાસ ન કરતાં ફરી અેજ જગ્યાઅે કોઇ લેભાગુઅોઅેે 12મી માર્ચના પવનચક્કિના ટાવરમાંથી 60 મીટર જેટલો વીજવાયર કાપીને ચોરી કરી ગયા હતા. પોલીસની નિષ્ક્રિયતાથી તસ્કરીને અંજામ અાપનારા તત્વોને મોકળું મેદાન મળી રહયું છે.ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ લેભાગુઅો સામે ફરિયાદ નોંધવા અને કાયદેસર કાર્યવાહી કરવા કંપનીની વતી પ્રદ્યુમનસિંહ સરવૈયાઅે નખત્રાણા પોલીસ ઇન્સ્પેકટર અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને લેખિત રજુઅાત કરી છે.
સુખપર (રો)માં અેકજ જગ્યાઅે 60 મીટર વાયર કાપી ચોરો ઉઠાવી ગયા