• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News in madhupar the name of the supplier was opened even if it was caught with half a million liquor 061007

માધાપરમાં અડધા લાખના શરાબ સાથે 2 પકડાયા તો સપ્લાયરનું નામ પણ ખુલ્યું

Bhuj News - in madhupar the name of the supplier was opened even if it was caught with half a million liquor 061007

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
ભુજ તાલુકાના માધાપર ગામ પાસે અાવેલ અંબેશ્વર મંદિરની ચોકડી પાસેથી પશ્ચીમ કચ્છ અેલસીબીઅે 46,200ના ભારતિય બનાવટના ઇંગ્લિસ દારુના જથ્થા સાથે 2 શખસોને પકડી પાડયા હતા. અા દરમિયાન સપ્લાયર અને માલ મંગાવનાર શખસનું નામ ખુલતાં બી ડિવીઝન પોલીસે 4 સામે ગુનો નોંધી વધુ તપાસ અાદરી હતી.

પોલીસે 132 દારૂની બોટલ સાથે મોટા રેહાના ભચુભા સવાજી ઉર્ફે સવાઇજી જાડેજા અને હકુમતસિંહ હઠુભા રાણુભા જાડેજાને પકડી પાડયા હતા. બન્નેની પુછતાછમાં તેમણે દારુનો અા જથ્થો મોટી ખેડોઇના શકિતસિંહ સરવૈયા પાસે મેળવ્યાનું અને માધાપરમાં રહેતા સમીર ગઢવીને તેની ડિલીવરી કરી હોવાની કેફીયત અાપી હતી. દરોડાની અા કામગીરી રવિવારે બપોરે પોણા બાર વાગ્યાના અરસામાં કરી હતી. દારૂ ઉપરાંત 3 લાખની કિમતની કાર અને મોબાઇલ મળી 3,46,700નો મુદામાલ પોલીસે કબ્જે લીધો હતો.

X
Bhuj News - in madhupar the name of the supplier was opened even if it was caught with half a million liquor 061007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી