• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News in kutch winter footfall is 142 degrees celsius colder than in kali 061642

કચ્છમાં શિયાળાના પગરણ નલિયામાં 14.2 ડિગ્રી, સાૈથી ઠંડું

Bhuj News - in kutch winter footfall is 142 degrees celsius colder than in kali 061642

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
કચ્છમાં છેલ્લી બે રાત્રિથી શિયાળો પગરવ કરી રહ્યો હોય તેમ દિવસે ગરમી બાદ મોડી રાત્રે ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે. મોસમના અારંભથીજ ઠંડીની દોડમા જાણે મોખરે રહેવું હોય તેમ 14.2 જેટલા નીચા તાપમાન સાથે રાજ્યમાં નલિયા સાૈથી ઠંડુ રહ્યું હતું જ્યારે બીજા ક્રમના ભુજ અને કંડલા અેરપોર્ટ ખાતે ન્યૂનતમ તાપમાન 18.7 ડિગ્રી રહ્યું હતું. ઉત્તર-પૂર્વના પવનોઅે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી.

કારતક માસના અારંભે કચ્છમાં ગરમી અનુભવાતાં શિયાળો મોડો શરૂ થવાના અેંધાણ વર્તાયા હતા પણ બુધવાર બાદ ગુરૂવારની રાત્રિઅે પારો નીચો જવાની સાથે ઠંડીઅે પગ પેસારો કર્યો હતો. નલિયામાં નીચું તાપમાન 14.2 જ્યારે ઉંચુ 28.4 ડિગ્રી નોંધાતાં દિવસે પણ ગરમી ગાયબ થઇ હતી. ભુજ અને કંડલા અેરપોર્ટમાં ન્યૂનતમ 18.7 ડિગ્રી સાથે દિવસભર પ્રતિ કલાક સરેરાશ 6 કિલો મીટરની ઝડપે ઉત્તર-પૂર્વ દિશાઅેથી પવન ફુંકાયો હતો. કંડલા પોર્ટ પર મહત્તમ 32.1 જ્યારે ન્યૂનતમ 20 ડિગ્રી ઉષ્ણતામાન રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગની યાદી મુજબ કચ્છમાં અાગામી દિવસોમાં ગરમી ઘટવાની સાથે સૂર્ય પ્રકાશિત વાતાવરણ રહેવાની સંભાવના છે.

X
Bhuj News - in kutch winter footfall is 142 degrees celsius colder than in kali 061642
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી