- Gujarati News
- National
- Bhuj News In Kutch The Prevalence Of Atrocities Against Women Has Increased For Some Time 061628
કચ્છમાં કેટલાક સમયથી મહિલાઅો પર અત્યાચારનું પ્રમાણ વધ્યું છે
કચ્છમાં કેટલાક સમયથી મહિલાઅો પર અત્યાચારનું પ્રમાણ વધ્યું છે જેમાં જવાદાર અારોપીઅો સામે કડક અને ઝડપી કાર્યવાહી કરવાની માગ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા કરાઇ છે. દુષ્કર્મના કિસ્સાઅોમાં મોટા રાજકીય માથાઅોને છાવરવાની કોશિષ થઇ રહી છે તેવો અાક્ષેપ કરતાં કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાઅે ઉમેર્યું હતું કે, માંડવીની વિકલાંગ યુવતી પર સતત પાંચ વર્ષ દુષ્કર્મ અાચરનારા ભાજપના અાગેવાનોને કડક સજા મળે તે દિશામાં ઝડપી કાર્યવાહી થશે તો જ સમાજમાં મહિલાઅોને સુરક્ષાનો માહોલ જણાશે. ભુજ તાલુકાના માધાપરમાં હોમિયોપેથિક તબીબ દ્વારા દુષ્કર્મની ઘટના બન્યા બાદ અારોપીને પોલીસે ત્વરિત છોડી મૂકતાં પીડિતા પર હુમલો થયો હતો તેના પરથી મહિલાઅો અસુરક્ષિત છે તે સાબિત થાય છે. ઉન્નાવ જેવી ઘટના બને તે પહેલાં પોલી ત્વરિત કાર્યવાહી કરે તેવી માગ પક્ષના પ્રવક્તા ગની કુંભારે કરી હતી.