તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં પારો 3થી 5 ડિગ્રી નીચો જતાં ઠંડક બરકરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનમાં સર્જાયેલા હળવા દબાણના કારણે કચ્છમાં ન્યૂનતમ તાપમાનનો પારો 3થી 5 ડિગ્રી જેટલો નીચો સરકતાં રાત્રે શિયાળો પરત ફર્યો હોય તેવો અહેસાસ થયો હતો. દરમિયાન અેક-બે દિવસ સુધી ઠંડક બરકરાર રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

જિલ્લા મથક ભુજમાં નીચા તાપમાનનો પારો 3.6 ડિગ્રી સરકીને 15.8 રહેતાં રાત્રે ઠંડક પ્રસરી હતી. શીત નગર તરીકે પંકાયેલા નલિયામાં 5.6 અાંકના ઘટાડા સાથે ન્યૂનતમ 14.8 રહેતાં શિયાળો પરત ફર્યો હોય તેવો તાલ રચાયો હતો. કંડલા પોર્ટ પર પારો 5.3 નીચે જઇને 14.1 નોંધાવાની સાથે કચ્છનું સાૈથી ઠંડુ મથક બની રહ્યું હતું જ્યારે કંડલા અેરપોર્ટ ખાતે પણ અોછું ઉષ્ણતામાન 14.4 ડિગ્રી રહ્યું હતું તેની સાથે પ્રતિ કલાક 16 કિલો મીટરની ગતિઅે પશ્ચિમ દિશાઅેથી પવન ફુંકાતાં ગાંધીધામ-અાદિપુર સહિતના વિસ્તારમાં ટાઢક અનુભવાઇ હતી. ભુજમાં મહત્તમ 30.4, નલિયા 29, કંડલા પોર્ટ 31.6 અને કંડલા અેરપોર્ટ પર 31.2 ડિગ્રી રહેતાં ગરમીની રીતે અસામાન્ય વધારો જોવા મળ્યો ન હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો