તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News In Kutch The Lok Sabha Elections Are Going To Be Held On 23rd Of April 061038

કચ્છમાં લોકસભાની ચૂંટણીનું 23મી અેપ્રિલે મતદાન થવાનું છે, જેથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં લોકસભાની ચૂંટણીનું 23મી અેપ્રિલે મતદાન થવાનું છે, જેથી સોમવાર અને મંગળવારે સરકારી કચેરીઅોના કર્મચારીઅો ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હશે. અે પહેલા શુક્રવાર અને રવિવારે જાહેર રજા છે, જેથી મુલાકાતીઅોને છેક બુધવારે કર્મચારીઅો નિયમિત

...અનુસંધાન પાનાનં.11

મળશે. ત્યાં સુધી સરકારી કચેરીઅો સુમસામ ભાસશે.

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અાચાર સંહિતા લાગુ પડી ગઈ છે, જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઅો, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં અામેય લોકોની ચહલપહલ ઘટી ગઈ છે. હવે મતદાન અાડે 4 દિવસ બાકી રહ્યા છે, જેથી લોકસભાની ચૂંટણીના મતદાનની વ્યવસ્થામાં મોટાભાગના સરકારી કર્મચારીઅો જોતરાઈ જશે. અાજે શુક્રવારે ગુડ ફ્રાઈડેની જાહેર રજા છે, શનિવારે સરકારી કચેરીઅો ખુલ્લી હશે, પરંતુ ત્યારબાદ રવિવારની જાહેર હશે. મંગળવારે મતદાન છે, જેથી સોમવારથી સરકારી કચેરીના કર્મચારીઅો મતદાન પ્રક્રિયાની કામગીરીમા રોકાઈ જશે. અામ, હવે છેક બુધવારે અેટલે કે, છઠ્ઠા દિવસે સરકારી કચેરીઅોમાં કર્મચારીઅો પોતપોતાની ટેબલ ખુરશી ઉપર ગોઠવાયેલા નજરે પડશે. જોકે, ચૂંટણી કામગીરીમાં મોટી સંખ્યામાં અેસ.ટી.ની બસો રોકાયેલી રહેશે, જેથી અેસ.ટી. તંત્રને અનેક રૂટો રદ કરવાની ફરજ પડશે. જેના કારણે ગ્રામજનો અામેયે શહેરમાં અાવજાવ કરી નહીં શકે. જેની અસર સરકારી કચેરીઅોમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...