• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News in kutch the electricity activist protested with a black bar over questions 061609

કચ્છમાં વીજ કર્મીઅોઅે પ્રશ્નોને લઇ કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવ્યો

Bhuj News - in kutch the electricity activist protested with a black bar over questions 061609

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
સ્ટાફ ભરતી, અેચઅારઅે અેલાઉન્સ, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર સહિતની માગણીઅોને લઇને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેની સંલગ્ન સાતેય કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઅો દ્વારા ચલાવાઇ રહેલી લડતના ભાગ રૂપે કચ્છમાં ગેટકો અને પીજીવીસીઅેલના કર્મચારીઅોઅે ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો. ભુજમાં કલેક્ટર અને અેસપી તેમજ વીજ વડાને અાવેદન અાપીને માગણીઅો દોહરાવાઇ હતી.

કુદરતી અાફતોમાં પણ ખડે પગે સેવા અાપનારા તેમજ લોકોને અવિરત વીજ પુરવઠો મળે તે માટે સક્રિય રહેતા વીજ કંપનીના અધિકારીઅો અને કર્મચારીઅો તેમના હક્કને લઇને લડત ચલાવી રહ્યા છે તેમ છતાં સરકાર દ્વારા સકારાત્મક પ્રતિસાદ અાપવામાં અાવ્યો નથી. હજુ પણ માગણીઅો નહિ સંતોષાય તો તમામ વીજ કંપનીના કર્મચારીઅો તા. 14/11ના સામૂહિક સીઅેલ પર જશે તેમ અાવેદનમાં જણાવાયું હતું.

જીબીઅાના સર્કલ સેક્રેરી વાય. અેન. મનસૂરી, અેજીવીકેઅેસના સર્કલ સેક્રેટરી મહેન્દ્રસિંહ જાડેજા, હેમલ ગુસાઇ, કિશોર દાફડા, અેમ. અેમ. જાડેજા, નિતિન પરમાર, સ્મિત પોમલ, નિકુંજ જોશી સહિતના કર્મચારીઅો જોડાયા હતા. ભુજ ઉપરાંત માંડવી, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉની વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરને પણ અાવેદનપત્ર પાઠવાયું હતું.

X
Bhuj News - in kutch the electricity activist protested with a black bar over questions 061609
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી