• Gujarati News
  • National
  • Bhuj News In Kutch 37 Of The Total Summer Crop Yields Less Than The Average Of Last 3 Years 060613

કચ્છમાં ઉનાળુ પાકનું છેલ્લા 3 વર્ષની સરેરાશ કરતા 37 ટકા અોછું વાવેતર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં ઉનાળું પાકનું વાવેતર શરૂ કરી દેવાયું છે, પરંતુ છેલ્લા 3 વર્ષની સરેરાશ કરતા 37 ટકા જેટલું અોછું વાવેતર થયું છે. જોકે, હજુ દોઢ બે માસ જેટલો સમય બાકી છે, પરંતુ હવે નજીવો ફેરફાર થાય અેવી શક્યતા છે. ઉનાળુ પાકનો સમયગાળો માર્ચથી જૂન સુધીનો ગણાય છે, જેમાં તડબૂચ, કાકડી જેવા વિવિધ પાકો લેવામાં અાવતા હોય છે. અે ઉપરાંત બાજરીનું પણ વાવેતર થાય છે. કચ્છમાં ઉનાળુ પાકનું છેલ્લા 3 વર્ષનું સરેરાશ 30394 હેકટરમાં વાવેતર બોલે છે, પરંતુ ચાલુ સાલે ફકત 19342 હેકટરમાં જ વાવેતર થયું છે. અામ. 37 ટકા ઘટાડો નોંધાયો છે. જોકે, બાજરીનું 1616 હેકટરમાં વાવેતર થયું છે, જેમાં સાૈથી વધુ માંડવી તાલુકામાં 738 હેકટરમાં વાવેતર થયું છે. અે સિવાય સક્કરટેટીનું 313 હેકટર અને તડબૂચનું 113 હેકટરમાં વાવેતર કરાયું છે.

12678 હેકટરમાં ઘાસચારાે વવાયો
તમામ તાલુકામાં મકાઈ, જુવાર, જકા બાજરીના ચારાનું વાવેતર થયું છે. જે 12678 હેકટરમાં નોંધાયું છે.

ગુવાર ગમનું ભચાઉમાં 130 હેકટર અને અબડાસામાં 10 હેકટરમાં વાવેતર થયું છે. બીજી બાજુ સૂર્યમૂખીનું ફકત અબડાસા તાલુકામાં 75 હેકટરમાં વાવેતર બોલે છે.

શાકભાજી 2418 હેકટરમાં વવાઈ
મગની ભુજ તાલુકામાં 67, માંડવી તાલુકામાં 40 હેકટર અને નખત્રાણા તાલુકામાં 39 હેકટરમાં વાવણી થઈ છે. મગફળીનું ભુજ તાલુકામાં 205, માંડવી તાલુકામાં 20, અંજાર તાલુકામાં 310, ભચાઉ તાલુકામાં 120, નખત્રાણા તાલુકામાં 724, અબડાસા તાલુકામાં 62 અને લખપત તાલુકામાં 35 હેકટરમાં વાવેતર થયું છે. તલનું ભુજ તાલુકામાં 192 અને અંજાર તાલુકામાં 170 હેકટરમાં વાવેતર કરાયું છે. જોકે, શાકભાજીનું 2418 હેકટરમાં વાવેતર થયું છે, જેમાં સાૈથી વધુ અંજાર તાલુકામાં 1295 હેકટરમાં અને અે ઉપરાંત લખપત સિવાય બાકીના નવેનવ તાલુકામાં વાવણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...