• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News in kumaon sisters learned to make the best from the west 061008

કુકમામાં બહેનો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતાં શીખી

Bhuj News - in kumaon sisters learned to make the best from the west 061008

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
કુકમામાં જનશિક્ષણ સંસ્થા દ્વારા સ્વચ્છતા પખવાડીયા ઉજવણી અંતર્ગત ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવા માટે એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જોડાયેલી 40થી વધુ બહેનોને પ્લાસ્ટીકનો બહિષ્કાર કરવો તેમજ કેવી રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય તેના માટે પીઅેચસી કુકમાના દક્ષાબેન અને જનશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર બિજેન્દ્રસિંહ દ્વારા સમજ અપાઇ હતી. સરપંચ કંકુબેન દ્વારા સ્વચ્છતા જાળવવી અે અાપણી નૈતિક ફરજ હોવાનું જણાવી સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવાયા હતા.

અા પ્રસંગે વૃક્ષારોપણ, પાણી બચાવો અભિયાન કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અેફઅેચસીના ઇન્ચાર્જ સલમાબેન મેમણ, ઇલાબેન સોલંકી, દક્ષાબેન ગોસ્વામી, જાનકીબેન ગોસ્વામી વગેરે હાજર રહ્યાં હતાં.

X
Bhuj News - in kumaon sisters learned to make the best from the west 061008
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી